આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો ભવ્ય પ્રારંભ:વિકસિત ભારત નિર્માણનો સામૂહિક સંકલ્પ સાથે યાત્રા નીકળી

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

આહવા: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડાંગ જિલ્લા કક્ષાના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું આયોજન પ્રભારી મંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી, સાંસદ ધવલભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ ‘વિકસિત ભારત@2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

મહાનુભાવોએ સેવા જ્યોત પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રંગઉપવન સુધી નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા. માર્ગમાં સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓએ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ‘રાષ્ટ્ર કે રંગ, સેવા કે સંગ’ અંતર્ગત યોજાયેલી રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિત અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

કંડલા ફોરમ 2026માં હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્વિક હાઇડ્રોજન નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને DPA કંડલા ખાતે એકત્ર કર્યા; ગ્રીન મહત્વાકાંક્ષાઓને પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો