હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’યોજાઈ

હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’યોજાઈ
*
દેશભક્તિના ઉત્સાહપૂર્ણ માહોલમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થી મોતીપુરા સર્કલ સુધી યોજાયેલ “સેવા જ્યોતિ યાત્રા”માં સાબરવાસીઓ ઉત્સાહભેર જોડાયા
**
ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ સંકલ્પ પ્રતિજ્ઞા લીધી : મહાનુભાવોના હસ્તે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા
**

સમગ્ર દેશ અને રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ની પૂર્ણાહુતિ પ્રસંગે
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિત સૌએ નિહાળ્યું અને સાંભળ્યું હતું. તેમના સંબોધનથી ઉપસ્થિત નાગરિકો તથા કાર્યકરોમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થયો હતો. સેવા જ્યોતિ યાત્રા દ્વારા સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો.

વડાપ્રધાનશ્રીના સંદેશ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને જનમેદની દ્વારા દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટેની ‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી.મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સામાજિક અગ્રણીશ્રી જગદીશ વિશ્વકર્મા તથા ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા જ્વલંત મશાલ સાથેની ‘સેવા જ્યોતિ યાત્રા’ને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક માહોલ અને ગુંજતા સૂત્રોચ્ચારો સાથે નીકળેલી આ યાત્રા મોતીપુરા સર્કલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં સાબરકાંઠા જિલ્લાના નાગરિકો, પ્રબુદ્ધ જનો અને યુવાનો અત્યંત ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા,ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ પી પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પૂર્વ સાંસદશ્રી નટુજી ઠાકોર,પૂર્વ સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, પૂર્વ સંસાદશ્રી રમીલાબેન બારા,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ,અગ્રણી જે ડી પટેલ,અગ્રણી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા,અગ્રણીશ્રી કુ.કૌશલ્યા કુંવરબા,પ્રેમલ દેસાઈ,બીપીન ઓઝા,સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો