તાRajkot: ૧૦ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે

તા.૭/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રેસકોર્સ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ અને મહિલાલક્ષી યોજનાઓનો શુભારંભ કરાવશે

કાર્યક્રમના આયોજન સંદર્ભે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્થળ મુલાકાત કરી સૂચનાઓ આપી, વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજન અંગે માર્ગદર્શન કર્યું

Rajkot: આગામી તા. ૧૦ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખીમંડળો દ્વારા સંચાલિત રાજ્યના ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવશે.

ઉક્ત કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે આજે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના રાજકોટ પ્રવાસને અનુલક્ષીને કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગ, સુરક્ષા, પીવાનું પાણી, સ્વચ્છતા સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું. 

બઠક પૂર્વે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.ઓમ પ્રકાશ સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ તથા જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સુચારૂ આયોજન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત સખીમંડળો દ્વારા સંચાલિત ૧૩૬ ગ્રામહાટના લોકાર્પણથી ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ અને માર્કેટિંગ માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. સાથે જ મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળે તે હેતુથી મહિલાલક્ષી યોજનાઓનો પણ શુભારંભ કરવામાં આવનાર છે.

આ બેઠકમાં ડીસીપી શ્રી રાકેશ દેસાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર (IAS) શ્રી અતુલ સિંહ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એચ.બારોટ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો