મા ફ્લેશુ કદાચન …. ને વરેલા મહેસૂલ કર્મચારીઓનો અવાજ સરકાર સુધી હજુ ન પહોંચ્યો …!! ક્યાં અટવાયો હશે? હોદેદારોની તાલુકામાં બદલી કરતા અમદાવાદ કલે. વર્મા

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ વર્ગ 3 નું ત્રીસ વરસથી સિનિયોરિટી લિસ્ટ બન્યું જ નથી !! લે બોલ , જામનગરમાં 260 કર્મચારીઓ લાલબંગલા મંડળની ઓફિસ પાસે ધરણા ઉપર બેઠા અને અચોક્કસ મુદતની હડતાળનું કર્યું એલાન
જામનગર (ભરત ભોગાયતા) રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે માત્ર જમીન મહેસૂલ જ નહી , પૂર વાવાઝોડા ધરતીકંપ દુર્ઘટના આ બધું તો ખરું જ , વસ્તી ગણતરી ચૂંટણી (પાંચ વરસ માં ચાર ચૂંટણી સ્થાનિક સ્વરાજ , સહકારી સંસ્થા, વિધાનસભા, લોકસભા અને હા કોઈ પેટા ચૂંટણી ….. સ્થાનિક સ્વરાજના તો સામાન્ય ચૂંટણી પછી પ્રમુખોની ચૂંટણીઓ …. વગેરે), લો એન્ડ ઓર્ડર , કચેરીઓ તપાસણી, રેકર્ડ જાળવવું , સંકલન કરવું, રોડ સેફટીની y ચીંતા કરવાની અને કોઈ ગર્ભવતી ને બાબો છે કે બેબી તે તપાસની થતી નથીને ? તે જમાદારી પણ કરવાની, સ્વાગતમાં ભલભલા ઉટપટાંગ પ્રશ્નો આવે એ પ્રશ્ન પહેલાતો સમજવાના ( જો કે અમુક અરજીમાં , ક્યાં વિભાગને લગતો પ્રશ્ન છે તે શોધ કરવાની અને તે વિભાગને ફોરવર્ડિંગ સાથે તે મૂળ અરજી બ્રહ્મારપણમસ્તુ ….. કરી દેવાની હોય છે …. જો કે ટાઇમ અને અને એનર્જી કન્ઝ્યુમિંગ તો ખરું જ ને) અમુક તો આખો દિવસ માથું ઊંચું નથી કરતા તેમને સાજે તેમના બ્રાંચ હેડ વળી પોંખે …. કે અલ્યા tu આખો દિવસ ઓફિસમાં કરે છે શું ?!
ઈન શોર્ટ.
રેવન્યુમાં બધું જ આવે , બસ
પરવાના આપવા ચકાસવા સ્થળ પરીક્ષણ સરકારી જમીનોની જાળવણી રક્ષણ ફાળવણી થી માડી પ્રદૂષણ સિંચાઈ પી ડબલ્યુ ડી , ખાણ ખનીજ , કહું છું ભાત ભાત નું આવે
આમેય જિલ્લા કલેક્ટર DM SAYB જિલ્લામાં સરકારના પ્રતિનિધિ છે તો પછી
બધી નદીઓ દરિયાને મળે છે તેમ બધા વિભાગો કલેક્ટર કચેરીમાં સમય જ ને?
હા એલા પેલું દરિયામાં બોટ પેટ્રોલિંગ ચાલુ છે કે બોટ કટાઇ ગઈને એમનેમ પડી છે ? તે chinta પણ રેવન્યુ કરે , અરે મેંગરુવઝ ના ઝાડનું ઘની કરણ , વૃક્ષોન વનીકરણ અને સુકાઈ જતા છોડવાનું પ્રશ્નીકરણ ….. બધું બધું હા બધું રેવન્યુમાં આવે
રેવન્યુ એટલે જાણે બધું
….. હવે એ સમજાવો કે આ બધું કામ કોણ કરે ? કલેક્ટર કરે?
કલેક્ટર્સ મિટીંગો કરે કે કામ કરે? કલેક્ટર રાજકીય શાસકીય ઉત્સવ કરે કે કામ કરે ? સેવા સંકલ્પ અભિયાન ચાલે છે
એટલે અમે સેવા કરીશું એવો સંકલ્પ લેવાના એવું જ હશે ને? પછી સેવા સંકલ્પ સાકાર અભિયાન પણ આવી શકે , ત્યારબાદ ઉત્સવસભર સેવા આવશે , 25 વર્ષ સેવાના ગરબા આવશે અને એ……ય ને મોજથી દિવાળી આવશે આ વખતે કોઈ લાંચ લેતા nhi પકડાય? ના, નહીં પકડાય?
અચ્છા કલેક્ટર આ બધા કામ જાતે ન કરે તો
નાયબ કલેક્ટર મામલતદાર વગેરે અધિકારીઓ કરે?
ના
કેમકે અધિકારીઓ મેજર સબ્જેક્ટ હેન્ડલ કરે , પ્રોપર વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરે , સુપરવિઝન કરે , માર્ગદર્શન કરે , મિટિંગ એટેન્ડ કરે ….. વગેરે
માટે
ગ્રાસ રૂટ થી આ બધા કામ ,
આ બધા જ કામ ……..
ક્લાર્ક , ઓપરેટર,તલાટી,સર્કલ , નાયબ મામલતદાર વગેરે કરતા હોય છે
વર્ગ 3 ના મહેસુલી કર્મચારીઓ ને જાત ભાતના કામો આવી પડતા હોય છે એ કરે ,
તો પછી
સરકારનીઆ સિસ્ટમના તેઓ હાથ પગ છે ને?
તો તેઓ તો ફળની આશા વગર કામ કરે તો છે , હજુ ય ફળ નહી આપવાનું?? હેં ? હજુય ?? દસ પેજના આવેદનપત્રમાં એક ડઝન મુદાઓ છે , આ કર્મયોગીઓની માંગણીઓ છે જે મોટા ભાગે ત્રીસેક વરસથી ખાતરી મળે છે ,ઉકેલ નથી મળતો માટે મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતના ધારણામાં બેઠા છે અને આ વખતે મચક આપશે નહીં તેવો ઘટ્ટ માહોલ બની gyo છે , કર્મચારી એકતા બરાબર કલર પકડી ગઈ છે . અમુક કર્મચારીઓએ એમ પણ કહ્યું કે અરજદારોના રોજ બ રોજ ના કામ અટકે છે એ અમને નથી જ ગમતું ,પરંતુ ત્રીસ ત્રીસ વરસથી અમારી કેરિયરના સવાલ નથી ઉકેલાયા એનું શું?
ઓકે એ વાત અધૂરી મૂકો
જન માલ ઢોરના નુકસાન , શાળા પ્રવેશ,મહાનુભાવો પ્રોટોકોલ
ગામડાઓના પ્રવાસ અને પાછું , જો એક દિવસ કર્મચારી કચેરીએ ન જાય તો
છે ….. કે મુખ્યમંત્રી સ્વાગતમાં અરજદાર પહોંચે
થોકબંધ કોર્ટ કેસ
સરકારમાંથી માંગતી વિગતો વગેરે વગેરે
મૂળ કામ ક્યારે થાય??
ત્રીસ વરસથી સિનિયોરિટી લિસ્ટ ન બને
એ ગજ્જબ નહીં??
એક તલાટી
એક ઓપરેટર
એક ક્લાર્ક
એક નાયબ મામલતદાર (અમુક આઉટસોર્સ અમુક નવી ભરતી વગેરે)ના કામકાજનું અવલોકન કર્યું છે? (ઓફિસ આવર્સ પૂરા થવાની ઇલેવન્થ અવર ની આ વાત છે)
હજુ
એક કામ માંડ પૂરું કરવાની તૈયારીમાં હોય
ઘરે થી કોઈને દવાખાને
ખરીદીમાં
કે
વ્યવહારિક કામે જવાની ઉતાવળ હોય, ફોન આવે તો આવે જ ને? બધા પાસે થોડી કાર છે? તે સડસડાટ ઘરે વળી સડસડાટ ઓફિસે , એવું ન હોય હા , ને કહ્યા વગર આ વર્ગ 3 મહેસુલી સ્ટાફ ઓન ડ્યુટી જ હોય , d.d. લેવા તો gme ત્યારે જવાનું ને? , હેવી વરસાદની આગાહી આવે ને રજા કેન્સલ અને આમેય હવે ચોમાસા સિવાય જ વરસાદ વધુ આવે છે , ચોમાસામાં ખબર નહી કઈક બીજું હોય છે , i don’t know,
ok આગળ વધો
ઘરે જવાના હજુ માંડ અણસાર આવે ,
ત્યાં તો
થપ્પો આવે કે
સાહેબે કીધું છે
પૂર્તતા કરીને બંગલે મોકલાવો (લગત ન.માં. લગત ક્લાર્ક વગેરે ને પણ દેખીતું છે બધા જ ને બેસવાનું જ હોય ) કોને ખબર પાંચ વાગ્યા પછી જ ફણગા કેમ ફૂટે છે?
કા તો સરકારમાં પત્રક માહિતી મોકલવાની હોય ( સરકારમાં બધું મોસ્ટ અર્જેન્ટ, ટોચ અગ્રતા , કોન્ફિડેન્શિયલ ( પછી ભલે ને તે વાયરલ થતું હોય નહી?? )
કા સાંજે જ પ્રગટેલા બોલકા નેતા આવીને બાજરાનું ખેતર વધતા હોય એમ તડાફડી બોલાવી જાય , નક્કી જ ન થાય કે ઇ આવ્યા હતા શું લેવા અને આવ્યા હાલો , તો પછી શું લેવા જતા રહ્યા , ( આજનો તાવ કાલ ઉપર ટાળ્યો એવું?)
કા તો કોક શાસક પક્ષના નેતા અર્જાન્ટ કામ કરાવવા આવી જાય (જો કે કર્મચારીઓને અમુક અમુક ખબર હોય કે ક્યાં નેતાનું ઊપજે છે ? જરૂર પડે તો કામ કરે છે? વગેરે , અંદરો અંદર દાખલા દેવાય કે , કઈ નથી ઉપજતું આનું , મારી બદલી ક્યાં ન કરવી શક્યા ….. વગેરે દાખલા દેવાય ….. ફલાણી ફાઇલમાં મે તો ચેક લિસ્ટ મુજબ બધું મંગાવ્યું હતું … તે દેવાને બદલે સાહેબ પાસે પહોંચ્યા , પણ સાહેબ પાસે કોઈ ઉપજ્યું નહી …..
પેલો નહી , કોણ હવે પેલો રોજ saybne સલામ કરવા આવી જાય છે , હા ha પેલો શ્રી સરકાર. માં મથે છે ઈ , ha તો એનું શું ? ઇ એકવાર આયવો બ્રાન્ચમાં , ક્યે આજતો તમારી ચા પીવી છે , તો પછી? તો પછી શું ? એમ તો કહેવાય નહીં કે સાહેબ જેવી ચા અહીં પીવા નહી મળે , પણ એક વાત કહું ઈ સાહેબ સિવાય કોઈને ગણતો જ નથી , જરાક ધ્યાનમાં રાખજે એને , બીજું શું ચાલે છે? અરે Ha alya tu કાલ ગાંધીનગર જાય છે ? ha જઈ આવુ આ રેકર્ડ રૂબરૂ દેવાનું છે ને બીજાએ બે ત્રણ કામ છે સચિવાલયના તો કરતો આવું ….
વગેરે વગેરે આ બધા આંતરિક સંવાદો હોય , બહુ જાહેર ન કરાય ,
હાલ આંદોલનમાં થતી ચર્ચાઓ કદાચ એવી હોય કે ….. ચાલો અનુમાન કરીએ,
આપણા Sayb કડક છે હા , પણ એક છે કર્મચારીઓનું રાખે છે
આ તો હવે સરકાર જ ઓર્ડર કરે તો આપણા સાહેબ શું કરે?? (સરકારે કીધું ને દરેક કલેક્ટરને કે નોકરી સેવા તૂટ એટલે સર્વિસ બ્રેક ગણવા સહિતના પગલા લેવા , પણ આપણા સાહેબ ઉતાવળ નહી કરે
એવું લાગે છે , જોઈએ હવે , બાકી કીધું જ છે હું યે સરકારમાં તમારા માટે ભલામણ કરીશ
અમદાવાદના આપણા રાજ્યકક્ષાના હોદ્દેદારોને કલેક્ટર તાલુકાઓમાં મૂક્યા , હા વર્મા સાયબ જબરા છે




બીજી બાજુ લોકોમાં થતી ચર્ચાઓ મુજબ,
અમુક ક્યે જો સરકારમાં સુશાસન હોય તો આમ આંદોલન ધરણા ઉપવાસ ની સંખ્યા કા વધતી જાય છે?
અને
આ બાબતે ક્યાં નેતા છાવણીમાં આવ્યા? આ જે બધા જ નથી આવ્યા તે સૌ કામ કરાવવા તો ઘોડો ઘોડો થાય છે , પાંચિયુ ઊપજે નહી ને ફોન કરીને કર્મચારીને ક્યે કે , તાલુકામાં મુકાવી દઈશ
નોકરી કરવી છે ને?
મને ઢીલ નહી ચાલે કોઈ કામમાં? વગેરે
એલ્યા તારા ઘરે બાથરૂમના બલ્બ ઊડી ગયા છે આઠ દી થી
તારાથી એ નથ બદલતો ને કર્મચારીને બદલવાની વાત કરે છે?
તારી ત્રેવડ હોય એટલો કૂદકો માર ને
Mla mp president minister
તમને મુલાકાત નથી આપતા
ને
તું કર્મચારીઓને મુલાકાતની ધમકી આપે છે? કે મારે રૂબરૂ આવવું પડશે કે શું?
(તારું ફર્સ્ટ્રેશન અમારી ઉપર હેં … હેં ??)
જમીનની ફાઇલ ચાલતી હોય
પરવાનાની , રિગ્રન્ટ,શરત ભંગ, ઝોન્ફર, હેતુફેર , દબાણ ,બિનખેતી વગેરેમાં કોણ જાણે શું મધ હશે? આવા
પ્રકરણ હોય તો ક્લાર્કને ફોન કરે , નાયબ મામલતદારને ફોન કરે કે જરાક પુટ અપ કરાવજો ને?
એ બધા ગ્યા ક્યાં?? અત્યારે આંદોલન વખતે ? ગોતો …
ને
બિનખેતીમાં શું કાંદો કાઢી લેતા હશે?
ને હેતુ ફેરમાં પણ શું કાંદો?
લાઇટ કનેકશનમાં તારી ભલામણ હલતી નથી (નહીતો સરકાર ઝૂંપડા મે લાઇટ કનેક્શન આપે જ છે ને?)
ને પાછા તારા પગીયા
સરકારી ઓફિસમાં જે
ખુરસીમાં બેસે
પગ માથે
પગ
હાથ ટેબલ ઉપર એવી રીતે રાખે કે
એ ટેબલનું અડધું મટીરિયલ દબાય જાય
પાછો ખભો y ટેબલ તરફ ઝૂકેલા હોય
પછી
પાણી પીઇ
ચા પીએ (કર્મચારીને ખબર હોય કોને ચા પવાય ને કોને ન પવાય)
પછી
બણગા ચાલુ થાય
સાયબ, હમણાં દિલ્હી હતા ને , મોટાભાઈ ને મળવા ગયા હતા
અમુક
Ias
Ips ni કેમ્પલેન લઈને!!!
કર્મચારીઓ હોશિયાર હોય ગોળી પીવડાવે વિટામીનની જે ઉપર થી કોટેડ હોય મીઠી લાગે
પણ મૂળ સ્વાદ કડવો
એમ ક્યે કે કોઈ ફાઇલ
મેં નથ જોઈ
મોકલાવી હતી? ઇનવર્ડ માં હોય કા તો હજી હવે આવશે વગેરે …
ઓલો ગોતવા જાય ને તપાસ કરવા માંડે
પણ
કોઈની મજાલ છે કે સરકારી ઓફિસમાંથી પોતાની ફાઇલ શોધી દે?
અને બીજું
અભિપ્રાય માં ગઈ હશે ….. વગેરે
તમારી ફાઈલનો તો નિર્ણય થાય ગયો છે (સરકારશ્રીની પ્રવર્તમાન નીતિ અનુસાર આપને……. મળવાપાત્ર નથી ….. આવા નિર્ણય થયા હોય, …. ન થયા હોય?? તેને કામનો નિકાલ કહેવાય સદનસીબે જામનગરમાં એવું નથી થતું)
પંચ ——
જો કે મોટાભાગના સરકારી વિભાગના હોદેદારો ગાંધીનગર જ રહેતા હોય છે ને??
ત્યાં ધામા ત્યાંથી વહીવટ એટલે કે કામકાજ બીજા કોઈ અર્થ ના સમજવા અને પાંચ પચી હજાર મત છે એમની પાસે એટલે સરકારમાં થી કોઈ પંપાળે ….. એવો અર્થ પણ ન કાઢવો અને હા હવે આંદોલન ધરણા થાય તો જ ઉકેલ આવે તેવી ફેશન છે એમ પણ ના સમજતા , અને હા કોઈને ના ગમે ધરણા કરવા પણ શું કરે ? હવે સરકારમાં જ 38 વખત રજૂઆત કરો ત્રીસ ત્રીસ વરસ સુધી સિનિયોરિટી લિસ્ટ ન બને …… એટલે કોઈ સચિવોના દીકરી દીકરા ભાઈ બહેન મહેસૂલના વર્ગ 3 માં નથી તો કોઈને રસ નથી તેમ પણ નહી માનવાનું અને હા સરકારે આંદોલન માસ સી એલ માં કલેક્ટરને જે સૂચના આપી સેવાતુટ એટલે સર્વિસ બ્રેક સહિતના કડક પગલા લેવાની તે બાબતે ગુસ્સે ન થવું કેમકે આવું બધું કરવાનું હોય,સમજોને હવે યાર , તમને બધું મારે જ સમજાવાનું તમે તો કંઈક સમજો…… બીજી વાર વાત
બીજી એક ખાનગી વાત , વિકસિત ભારત અંગે બહુ જ સાંભળ્યું છે , તો કર્મયોગીઓના સવાલોના સુખદ સમાધાન એ વિકસિત ભારતમાં સમાઈ જતા હશે કે એ બધું એમાં ન આવે ?? તો શું વિકસિત થઈ જઈએ પછી આવે? તો પછી અત્યારે શું થશે ? જુઓ 11 માગણી છે ખરેખર તો મુદ્દાવાર જોઈએ તો , એટલે પાંચમાં હું તમારું રાખું અને પાંચમાં તમે મારું રાખું અને હા પેલો એક જે ખરેખર સેન્સેટિવ છે એ મુદો ઊભો રાખવાનો એ માટે કમિટી ની રચના કરવાની પરંપરા તો છે જ ને? ખોટી વાત હોય તો પાછી,
કોક ચર્ચા કરતું હતું કે જામનગર જિલ્લામાં એક બે કર્મચારીઓને ધરણા જેવા કાર્યક્રમ કે જેમાં લોકોના કામ અટકે વિલંબ થાય , ખેતી સિઝન છે તો ખેડૂતો હેરાન થાય ( વીજ લાઇન મામલે સુનાવણી ની તારીખોમાં એવું થાય છે લોકો ધક્કા ખાય જ છે) તે બધું પસંદ ન હતું માટે તુરંત ધારણામાં ન જોડાયા , પરંતુ સંગઠન નું પણ મન રાખવું પડે , બે ય્ મુદે અસમંજસ બાદ બાકીના કર્મચારીઓ પણ ધરણા ઉપર બેસી ગયા અને આ આંદોલનમાં જોડાઈ ગયા . શું કરવું ? બીજું ? મુસીબત તો છે જ ને બધી બાજુ ……. મહેસુલી કર્મચારી વર્ગ 3 ના કોઈ ને y આ આંદોલન કરવું ગમતું જ નથી , આ ન છૂટકે છે , ઉકેલ મળે તો ફરજ ઉપર હાજર ….. બસ આટલી જ વાત છે. હાલ જામનગરના( શહેર જિલ્લો) 260 કર્મચારીઓ તો હડતાળ ઉપર છે , જો કે કોક એમ પણ કહેતું હતું કે ધરણા સ્થળે નેતાઓ , આગેવાનો ની ,મોટા બિઝનેસમેનોની લાઇન લાગી હતી કોક ચાના થર્મીશ લઈને , કોક પૂરી ભાજીના ટિફિન લઈને ,કોક ગરમા ગરમ ગાંઠિયા ને સાત જાતના સંભારો સાથે વૈભવી કાર માંથી ઉતરી ને સૌને શપથ દઈ દઈ ને ખવડાવતા હતા તો બહેનોને પાણી પૂરી ,દાબેલી , વડા પાવ વગેરે ની નાસ્તામાં પ્રયોરીટી હોય, લાંચ કે ડિનરમાં પુલાવ પણ પ્રિફર કરે માટે જુદા જુદા ક્ષેત્રોના અમુક મહિલા આગેવાનો ગરમ ગરમ પુલાવના , ડાબરા જેવા ટિફિન આવે છે તે દોડતા દોડતા લઈને આવતા દેખાતા હતા …….. ઊભા રો ભાઇ આ બધું શું છે? આવું કઈ ત્યાં તો ન હતું , ત્યાં ધરણા સ્થળે તો તડકા છાયા હતા , લે તો પછી રોજ કામ કરવા હળિયુ કાઢતા હોય ઈ બધા આ સ્થળે ગયા જ નથી એટલે ફરક્યા પણ નથી એમ ક્યો છો? હા એમ કહું છું હશે બીજું શું, મને તો એમ કે કર્મચારીઓને માટે બધા જતા હશે , ………… અચ્છા સમજાણું સરકાર સામે લડત છે , ઓહો આવડી મોટી વાત અમારાથી મિસ કેમ થાય ગઈ?? એમ નહી તો હવે?? હવે શું સૌ સૌના ઘરેથી લાવે બીજું શું? સાવ એવું ? હા એવું જ હોય યાર ….. આ સમય મતલબનો અને સલામતી શોધવાનો છે …..
નોંધ — આ સમગ્ર બાબતો માત્ર અનુમાનિત છે , ગપગોળા છે તેથી આ ઉપરોક્ત લખાણ ગંભીરતાથી ન લેવું , જો કે આમ તો સિરિયસ લો તો ય ખોટું નથી , આ તો ધરણા કરતા કરતા જરા ગપ સપ માં કામ આવે
ગંભીર. …… બાબત એ છે કે અમુક કર્મચારીઓ બેઠા છે ત્યાં ઉપર છાજલી ઓ જોખમી જણાય છે , plz take care
regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com










