HALVAD હળવદ તાલુકાના પ્રભારી તરીકે વાંકાનેરના મહાવીરસિંહ ઝાલા નિયુક્ત થયા

HALVAD હળવદ તાલુકાના પ્રભારી તરીકે વાંકાનેરના મહાવીરસિંહ ઝાલા નિયુક્ત થયા

 

હળવદ તાલુકાના નવનિયુક્ત પ્રભારી મહાવીરસિંહ ઝાલા દ્વારા મોરબી જિલ્લા ભાજપ સંગઠન અને તમામ મંડળ પ્રભારીઓને હૃદયપૂર્વકના અભિનંદન

ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા અને જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના વિવિધ મંડળો (તાલુકા અને શહેર) માટે પ્રભારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સંગઠનાત્મક નિમણૂકો અંતર્ગત મહાવીરસિંહ ઝાલાની હળવદ તાલુકાના પ્રભારી તરીકે વર્ણી કરવામાં આવી છે.

પોતાના પર વિશ્વાસ મૂકી હળવદ તાલુકાના પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ મહાવીરસિંહ ઝાલાએ જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા પ્રભારીશ્રી તેમજ સમગ્ર જિલ્લા ભાજપ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. સાથોસાથ તેમણે સમગ્ર જિલ્લા સંગઠન ટીમ અને તમામ તાલુકા-શહેરના નવનિયુક્ત મંડળ પ્રભારીશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા છે.આ પ્રસંગે મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “નવનિયુક્ત તમામ પ્રભારીઓના અનુભવ અને સક્રિયતાથી મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત અને વેગવંતું બનશે. પક્ષની નીતિઓ અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આ નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો