MORBI:મોરબી LCB/પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

સરહદી રેન્જ ભુજ આઈ.જી.પી. દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) તથા પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂબંધીના ગુનાના બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
મનસુખભાઈ હનાભાઈ ચાવડા (ઉં.વ. ૨૬, રહે. ઇન્દિરાનગર, મોરબી-૨) – મોરબીના નટરાજ ફાટક પાસેથી અટકાયત.
મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ (ઉં.વ. ૩૦, મૂળ રહે. ભારોલી, તા. તળાજા, જિ. ભાવનગર; હાલ રહે. માણાબા, તા. માળિયા મિયાણા) – મોરબી-માળિયા હાઈવે પર આવેલી ભીમસર ચોકડી પાસેથી અટકાયત.બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.














