નવસારીમાં વિકાસકાર્યોની ગુણવત્તા અને પ્રગતિની કમિશનર જયેશ ઉપાધ્યાયે કરી સ્થળ મુલાકાત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સરબતીયા તળાવ, વસંત વિહાર યોગા સેન્ટર અને ઈટાળવા તળાવની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ, ગુણવત્તા અને સમયમર્યાદાની નિયમિત ચકાસણીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા વિવિધ વિકાસલક્ષી સ્થળોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.

કમિશનરશ્રીએ સૌપ્રથમ સરબતીયા તળાવ ખાતે સ્થળ નિરીક્ષણ કરી તળાવ વિકાસ સહિતની કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ અને સંબંધિત ટીમ પાસેથી માહિતી મેળવી હતી. કામગીરી નક્કી કરાયેલી સમયમર્યાદા મુજબ આગળ વધી રહી છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નાગરિકોને ઉપયોગી સુવિધાઓનું યોગ્ય આયોજન અને કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ વસંત વિહાર યોગા સેન્ટર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અહીં બાંધકામની ગુણવત્તા, ઉપયોગમાં લેવાતી સામગ્રી તેમજ કામગીરી નક્કી કરાયેલા સમયપત્રક મુજબ પૂર્ણ થાય તે અંગે અધિકારીઓ અને સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

કમિશનર જયેશ ઉપાધ્યાયે વિકાસકાર્યોમાં ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માત્ર સમયસર પૂર્ણ થાય તે પૂરતું નથી, પરંતુ તેની કામગીરી લાંબા સમય સુધી ટકાઉ રહે તે પણ જરૂરી છે.

આ ઉપરાંત ઈટાળવા તળાવ ખાતે પણ વિગતવાર સ્થળ નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરો, કન્સલ્ટન્ટો, અધિકારીઓ, કર્મચારીઓ, વોર્ડ એન્જિનિયરો તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસેથી કામગીરી અંગે જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.

કમિશનરશ્રીએ તમામ સંબંધિતોને નક્કી કરાયેલી ડેડલાઇનનું ચુસ્તપણે પાલન, પારદર્શિતા અને ગુણવત્તાના ધોરણો જાળવવાસૂચના આપી હતી. શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં બેદરકારી ન રહે અને નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનિટરિંગ અને સ્થળ નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો