મેઘરજના નેસડા ગામે માતા-પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળ્યા બાદ સાસરિયાં સામે ફરિયાદ – ઘરકામ તેમજ દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈ ત્રાસ આપ્યાના આક્ષેપો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના નેસડા ગામે માતા-પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળ્યા બાદ સાસરિયાં સામે ફરિયાદ – ઘરકામ તેમજ દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈ ત્રાસ આપ્યાના આક્ષેપો

મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાના નેસડા ગામે આશરે બે વર્ષની બાળકી સાથે 24 વર્ષીય પરિણીત મહિલાના કૂવામાંથી મૃતદેહ મળી આવવાના બનાવને પગલે મેઘરજ પોલીસ મથકે પાંચ સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુંજાભાઈ કાળુભાઈ મારીવાડ, રહે. ચોરીવાડ, તા. માલપુરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પુત્રી સીમાબેનના લગ્ન વર્ષ 2021માં નેસડા ગામના મહેશભાઈ ડામોર સાથે થયા હતા. સીમાબેનને સંતાનમાં આશરે બે વર્ષની પુત્રી હતી.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા આશરે બે વર્ષથી સીમાબેનને તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા ઘરકામ તેમજ દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસને કારણે સીમાબેન અગાઉ પણ અનેક વખત પુત્રી સાથે પિયરમાં આવી હતી અને પરિવારજનો દ્વારા સમજાવીને પરત સાસરીમાં મોકલવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, અગાઉ મે મહિનામાં પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન દાગીના અંગેની વાતને લઈને સીમાબેન સાથે તેના જેઠ અને સાસુએ મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આશરે 20 દિવસ પહેલાં દૂધના પગાર બાબતે સાસુ સાથે થયેલા ઝઘડા બાદ સીમાબેન પુત્રી સાથે પિયરમાં આવી હતી.આ બનાવના થોડા દિવસો પહેલાં પતિ સીમાબેનને લેવા માટે પિયરે આવ્યો હતો. શરૂઆતમાં પરિવારજનોએ મોકલવાની ના પાડી હતી, ત્યારબાદ પુત્રીને સાથે લઈ જવામાં આવી હતી અને બે-ત્રણ દિવસ બાદ સીમાબેનને પણ સાસરીમાં મોકલવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

દરમિયાન 7 ઓક્ટોબરની સવારે સીમાબેન અંગે કોઈ અઘટિત ઘટના બની હોવાના સમાચાર મળતાં પરિવારજનો નેસડા ગામે પહોંચ્યા હતા. ત્યાં સીમાબેન અને તેની બે વર્ષની પુત્રીનો મૃતદેહો જોવા મળ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ સમગ્ર મામલે પિતાએ પોતાની પુત્રીને સાસરિયાં દ્વારા આપવામાં આવેલા કથિત શારીરિક અને માનસિક ત્રાસને કારણે પુત્રી અને બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે કાયદેસરની તપાસની માંગ કરી છે.મેઘરજ પોલીસે ફરિયાદના આધારે મહેશભાઈ ડામોર, દિવાબેન ડામોર, જાલાભાઈ ડામોર, રમેશભાઈ ડામોર અને મધીબેન ડામોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો