જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને I.N.D.I.A. બ્લોકનું વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું

દેશમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને I.N.D.I.A. બ્લોકનું વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત મોએટ્સ ખાતે વિપક્ષી નેતાઓ માટે લંચ બેઠકનું આયોજન કર્યું હતું. બેઠક બાદ તમામ વિપક્ષી સાંસદો બસોમાં સવાર થઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટ શાંતિપૂર્ણ ધરણાં કરવા માટે રવાના થયા છે.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વિપક્ષી નેતાઓ ગાંધી સ્મારક પર બેસીને દેશહિત માટે પ્રાર્થના કરશે. અમે ગાંધી સ્મારક પર બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રાર્થના કરીશું કે તેમને એ વાતનો અહેસાસ થાય કે તેમના કાર્યો દેશના હિતમાં નથી. મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે જે આઝાદી અને લોકતાંત્રિક અધિકારો અપાવ્યા હતા, તેને આ સરકાર છીનવી રહી છે. સરકાર લોકો પાસેથી તેમનો મતાધિકાર છીનવી રહી છે. આ આંદોલનમાં ‘વોટ ચોરી’, કમરતોડ મોંઘવારી અને બેરોજગારી જેવા યુવાનોના મુખ્ય પ્રશ્નોને પણ અગ્રતાથી ઉઠાવવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના અધિકારનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. અમે નિર્ધારિત જગ્યાએ જઈને સંપૂર્ણ શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરવા માંગીએ છીએ. લોકસભા અને રાજ્યસભાના લગભગ 300 સાંસદો દેશની જનતા વતી ચૂંટણી પંચને મળવા અને વિરોધ નોંધાવવા ઇચ્છે છે. પરંતુ પોલીસ અમને ધમકાવી રહી છે, રસ્તામાં અટકાવી રહી છે અને અમારા લોકોને માર મારવામાં આવી રહ્યો છે.

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કડક શબ્દોમાં સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસ વડા મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મળીને સમગ્ર દેશ અને ચૂંટણી તંત્રને ‘હાઇજેક’ કરી લીધો છે. સરકાર અને તંત્ર જે કરી રહ્યું છે તે માત્ર ગભરાટ અને ભયની પ્રતિક્રિયા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમાર – આ ચારેય સામે કાયદાકીય કાર્યવાહી થશે, તે મારી ગેરંટી છે. દેશના બંધારણ અને કરોડો નાગરિકોના અવાજ પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિ બચી શકશે નહીં.

કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે આ લડાઈને ‘કરો યા મરો’ સમાન ગણાવી હતી. તેમણે ભાજપ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીઈસી જ્ઞાનેશ કુમાર પર ‘ભારતીય લોકશાહીમાં અરાજકતા ફેલાવનારા અને લોકતંત્રના વિનાશક’ હોવાનો આક્ષેપ કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો