હિંમતનગરમાં વનભ્રમણ દરમિયાન ભમરાઓનો હુમલો, NSSના 20 જેટલા વિદ્યાર્થીઓને ડંખ

હિંમતનગરમાં વનભ્રમણ દરમિયાન ભમરાઓનો હુમલો, NSSના 20 જેટલા વિદ્યાર્થીઓને ડંખ

હિંમતનગર: રાજેન્દ્રનગર વિસ્તારમાં વનભ્રમણ કાર્યક્રમ દરમિયાન NSSના વિદ્યાર્થીઓ પર અચાનક ભમરાઓના ઝુંડે હુમલો કરતાં દોડધામ મચી હતી. ઘટનામાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને ભમરાઓએ ડંખ માર્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજેન્દ્રનગર વિસ્તારમાં વનભ્રમણ કાર્યક્રમ માટે NSSના વિદ્યાર્થીઓ ગયા હતા. તે દરમિયાન અચાનક ભમરાઓના ઝુંડે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ભમરાઓથી બચવા વિદ્યાર્થીઓમાં અફરાતફરી સર્જાઈ હતી.

વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડી ગયેલા 3 ફોરેસ્ટ કર્મચારીઓને પણ ભમરાઓએ ડંખ માર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ગાંભોઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અસરગ્રસ્ત ત્રણ ફોરેસ્ટ કર્મચારીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

અચાનક બનેલી આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી. હાલ તમામ અસરગ્રસ્તોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે વનભ્રમણ કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના પગલાં અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો