કોડીનારની સોમનાથ એકેડમી સ્કૂલના જુડો ના ખેલાડીઓ નો શાનદાર દેખાવ

કોડીનારની સોમનાથ એકેડમી સ્કૂલના જુડો ના ખેલાડીઓ નો શાનદાર દેખાવ

SGFI રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં સોમનાથ એકેડમીના ખેલાડીઓનો શાનદાર દેખાવ

6 સુવર્ણ, 1 રજત અને 6 કાંસ્ય સહિત કુલ 13 મેડલ મેળવ્યા

કોડીનારની સોમનાથ એકેડમી સ્કૂલના જુડોના ખેલાડીઓએ રાજ્યકક્ષાની SGFI U-14, U-17 અને U-19 જુડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું નામ ગૌરવવંતું કર્યું છે.

આ સ્પર્ધાનું આયોજન જેતલપુર, અમદાવાદ ખાતે તા. 28/09/2026 થી 04/10/2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં સોમનાથ એકેડમીના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરી કુલ 13 મેડલ પોતાના નામે કર્યા હતા.

સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીઓ

– બાંભણિયા જય -25કિગ્રા સુવર્ણ
– સોલંકી રાજ -50 કિગ્રા સુવર્ણ
– બાંભણિયા બાદલ -40કિગ્રા સુવર્ણ
– રાઠોડ રુદ્ર -45 કિગ્રા સુવર્ણ
– મોકરિયા હેતલ -70 કિગ્રા સુવર્ણ- સિદી નાઝિયા +70 કિગ્રા સુવર્ણ

રજતચંદ્રક વિજેતા- ગોસ્વામી આર્યનપુરી -55 કિગ્રા કાંસ્યચંદ્રક વિજેતા- પરમાર સોનલ -48 કિગ્રા કાંસ્ય- મકવાણા કેવલ -40 કિગ્રા કાંસ્ય- દરજડા અયાન 50 કિગ્રા કાંસ્- મજગુલ રેનીશ -60 કિગ્રા કાંસ્- મજગુલ સોબાન 66 કિગ્રા કાંસ્ય
ગોહિલ રાજવીર60 કિગ્રા કાંસ્ય

આ શાનદાર સફળતા બદલ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શાળા પરિવાર, વાલીઓ તથા કોડીનારના રમતપ્રેમીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ખેલાડીઓની આ સફળતા પાછળ જુડો કોચ હિતેશ બારડ અને જુડો ટ્રેનર તન્વી બારડના સતત માર્ગદર્શન અને મહેનતનો મહત્વનો ફાળો રહ્યો છે. સાથે જ , ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી, કેમ્પસ મેનેજર સંજયભાઈ સોલંકી તથા DLSS મેનેજર રણજીતભાઈ દાહિમા સહિત સમગ્ર સોમનાથ એકેડમી પરિવાર દ્વારા ખેલાડીઓ અને કોચિંગ ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સોમનાથ એકેડમીના ખેલાડીઓની આ સિદ્ધિથી આગામી સમયમાં તેઓ જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાત રાજ્ય નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો