MORBI મોરબીમાં AIIMSના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં આવતા દર્દીઓ માટે જલારામ ધામ દ્વારા સેવાકીય વ્યવસ્થા: ભોજન અને વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

MORBI મોરબીમાં AIIMSના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં આવતા દર્દીઓ માટે જલારામ ધામ દ્વારા સેવાકીય વ્યવસ્થા: ભોજન અને વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

 

મોરબીની મયુર હોસ્પિટલ ખાતે તા. ૧૦ ઓક્ટોબર, શનિવારના રોજ AIIMS રાજકોટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં AIIMSના નિષ્ણાંત તબીબો સેવા આપશે અને દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબીના જલારામ ધામ દ્વારા કેમ્પમાં બહારગામથી આવતા દર્દીઓ માટે વિશેષ સેવાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત દર્દીઓ અને તેમના સ્વજનો માટે સવારે ચા-નાસ્તો તેમજ બપોરે ભોજનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બહારગામથી બસ મારફતે આવતા દર્દીઓને બસ સ્ટેશનથી પીકઅપ કરી કેમ્પ સ્થળ સુધી પહોંચાડવા માટે વાહનવ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આ સેવાકીય વ્યવસ્થાનો લાભ મેળવવા માટે દર્દીઓ નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકશે:ગિરીશભાઈ ઘેલાણી: ૯૮૨૫૦ ૮૨૪૬૮ ભાવિનભાઈ ઘેલાણી: ૯૯૨૫૪ ૯૬૪૮૮ હિતેશભાઈ જાની: ૯૮૨૫૩ ૨૬૭૨૯ બહોળી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પ તેમજ સેવાકીય સુવિધાનો લાભ લે તેવો સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો