વધુ એક સાયબર ગઠિયાનો કારસો:દેલોલમાં મહિલાના ખાતામાંથી 79 હજારનું સાયબર ફ્રોડ: પતિના ફોન પર મેસેજ આવતા ભાંડો ફૂટ્યો.

તારીખ ૧૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ ગામે સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ઠગે મહિલાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ૬ દિવસમાં ટુકડે-ટુકડે કુલ રૂ. ૭૯,૦૦૦/- ઉપાડી લઈ ઓનલાઈન છેતરપિંડી આચરી છે.

ફરિયાદી હેતલબેન શૈલેષકુમાર રાઠોડ, ઉ.વ. ૨૪, રહે. દેલોલ બહાર ફળિયું, તાલુકા કાલોલ એ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનું ખાતું બેંક ઓફ બરોડા દેલોલ શાખા માં આવેલું છે. આ ખાતામાં લેવડ-દેવડના મેસેજ તેમના પતિના મોબાઈલ નંબર પર આવે છે. ત્યારે ગત તારીખ ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ ફરિયાદી ઘરે હતા ત્યારે તેમના પતિ શૈલેષભાઈ કંપનીમાંથી ઘરે આવીને જણાવ્યું હતું કે, સવારે સાડા સાત વાગ્યે તેમના મોબાઈલમાં ખાતામાંથી રૂ. ૧૦,૦૦૦/- ડેબિટ થયાનો મેસેજ આવ્યો છે. જે શંકા જતા પતિ-પત્ની બંને તાત્કાલિક બેંક ઓફ બરોડા દેલોલ શાખાએ ગયા અને મેનેજર પાસે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરાવતા ચોંકી ગયા હતા. જ્યાં બેંક રેકોર્ડ મુજબ તારીખ ૦૩/૧૦/૨૦૨૬ થી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં અજાણ્યા ઈસમે અલગ-અલગ તારીખોમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ. ૭૯,૦૦૦/- તેમના ખાતામાંથી ઉપાડી લીધા હતા.આ અંગે ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.1930 પર ફોન કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે, જેનો એકનોલેજમેન્ટ નંબર પણ મેળવ્યો છે. બેંક પાસબુક અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી સાથે પોલીસમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદરેક દિવસનાં અંતરાલમાં કાલોલ-ગોધરા પંથકમાં આવા સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો એ આવા સાયબર ફ્રોડથી બચવા સાવધાની રાખવાની ખૂબ જરૂરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો