MORBI:મોરબી ખાતે યોજાનાર ‘ખેડૂત આક્રોશ મહાસભા’ની પૂર્વતૈયારી: ટંકારામાં આવતીકાલે મળશે બેઠક, યાર્ડના વિજેતા ખેડૂતોનું થશે સન્માન

MORBI:મોરબી ખાતે યોજાનાર ‘ખેડૂત આક્રોશ મહાસભા’ની પૂર્વતૈયારી: ટંકારામાં આવતીકાલે મળશે બેઠક, યાર્ડના વિજેતા ખેડૂતોનું થશે સન્માન

ટંકારા:ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને હક્ક-અધિકારોના રક્ષણ માટે મોરબી ખાતે આગામી દિવસોમાં યોજાનાર ‘ખેડૂત આક્રોશ મહાસભા’ની પૂર્વતૈયારીના ભાગરૂપે ટંકારા ખાતે કૉંગ્રેસ પક્ષ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહી આગામી આંદોલન અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા ખેડૂતો તેમજ કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે. આ સાથે જ મોરબી માર્કેટિંગ યાર્ડની તાજેતરની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવનાર ખેડૂત પેનલના તમામ વિજેતા સભ્યોનું આ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવશે.

તારીખ: ૧૧ ઑક્ટોબર, ૨૦૨૬ (રવિવાર) સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે સ્થળ: રામાપીર મંદિર, રાજકોટ-મોરબી હાઇવે, ટંકારા વિશેષતા: સભા પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા આ અંગે ટંકારા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અશોક સંઘાણી અને શહેર કૉંગ્રેસ પ્રમુખ દુષ્યંત ભૂત દ્વારા સંયુક્ત અપીલ કરતાં જણાવાયું છે કે, તાલુકાના તમામ ખેડૂતો, અગ્રણીઓ અને કાર્યકરોએ પોતાના હક્કની લડતને મજબૂત બનાવવા માટે નિર્ધારિત સમયે મોટી સંખ્યામાં હાજર રહેવું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો