મોડાસા – અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવને લઈને મોડાસામાં તડામાર તૈયારીઓ – જાણીતા લોકગાયકોના સૂર અને ભવ્ય ગરબા ચોક બનશે આકર્ષણનું કેન્દ્ર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવને લઈને મોડાસામાં તડામાર તૈયારીઓ – જાણીતા લોકગાયકોના સૂર અને ભવ્ય ગરબા ચોક બનશે આકર્ષણનું કેન્દ્ર

જગતજનની મા અંબાની આરાધનાના પાવન પર્વ એવા નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ખેલૈયાઓમાં લોકપ્રિય બનેલા મોડાસા આંજણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત દસમા અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મોડાસા-મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં તૈયાર થઈ રહ્યો છે એક ભવ્ય અને આકર્ષક ગરબા ચોક, જ્યાં પહોંચતા જ ખેલૈયાઓનું મન મોહાઈ જાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભવ્ય મંડપ અને આકર્ષક સ્ટેજની સાથે ગરબે રમવા માટે વિશાળ ખુલ્લો ચાચર ચોક તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓને ગરબાની રમઝટ સાથે યાદગાર અનુભવ મળે તે માટે આધુનિક સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.એટલું જ નહીં, ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો તેના માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવી છે એટલે કે, આસ્થા, સંગીત, મોજ અને સુરક્ષાનો સંગમ બની રહેશે દસમા અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવનો ભવ્ય ચાચર ચોક.

અર્બુદા રંગતાળીના ચાચર ચોકમાં આ વખતે ગુજરાતના જાણીતા લોકગાયકો પોતાના સુમધુર સૂરનો જાદુ પાથરવાના છે.કમલેશ બારોટ, સ્મિતા મકવાણા, રાકેશ બારોટ, હેતલ સાધુ, જૈમિની લીંબચિયા, સ્નેહ પટેલ અને પિન્કી ચૌધરી જેવા જાણીતા કલાકારોના લોકપ્રિય ગરબાના તાલે દસ દિવસ સુધી ખેલૈયાઓ ઝૂમશે.મનમોહક ગરબા, સંગીતના મધુર સૂર અને પરંપરાગત ગરબાની રમઝટ સાથે નવરાત્રિની રાતોને યાદગાર બનાવવા આયોજકો સજ્જ બન્યા છે. બીજી તરફ, ગરબાના તાલે થનગનવા માટે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવમાં દરેક સમાજના ખેલૈયાઓ ભાગ લઈ શકે તે માટે એન્ટ્રી પાસની સુવિધા રાખવામાં આવી છે. ત્યારે આયોજકો દ્વારા માતાજીના ગરબે રમવા ઇચ્છતા ખેલૈયાઓને વહેલી તકે એન્ટ્રી પાસ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.નવરાત્રિની રંગીન રાતો, ઢોલના તાલે ગૂંજતો કુમકુમ પાર્ટી પ્લોટ અને જાણીતા કલાકારોના સૂર સાથે ગરબાની રમઝટ બોલાવવા માટે આયોજકોની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બની છે.

આસ્થા અને સંસ્કૃતિના રંગે રંગાવા, માતાજીની આરાધના કરવા અને ગરબાના તાલે ઝૂમવા ખેલૈયાઓ તૈયાર છે. ત્યારે મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટમાં યોજાનારો દસમા અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવ આ વખતે કેટલો રંગ જમાવે છે, તેના પર સૌની નજર રહેશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો