થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે વોર્ડ નંબર-૬ખાતે ભવ્ય ચૂંટણી સભા યોજાઈ..

ઓગડ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે થરા નગર પાલિકાના વોર્ડ નં.-૬ મા રાજ્યકક્ષા ગુજરાત સરકાર ના મંત્રી સ્વરૂપજી ઠાકોર,બ. કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિહ વાઘેલા,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી ડૉ.દશરથજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપાના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પિલિયાતર,થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત, માર્કેટયાર્ડ ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતિ માં તા.૦૯/૧૦/૨૦૨૬ ના રોજ ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી.જેમાં ભાજપ ના ઉમેદવારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે થરા નગરપાલિકાની તમામ વોર્ડની બેઠકોમાં પ્રજા વિકાસ ને મત આપવાની છે અત્યાર સુધી પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા કાર્યો જોઈને ૨૪ ઉમેદવારો પર પસંદગી કરશે જેવો વિશ્વાસ છે.SC મોરચા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર સહીત દલિત સમાજ દ્વારા મંત્રી સ્વરૂપજી નું ભવ્ય સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્મ નું સફળ સંચાલન કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલે, આભાર વિધિ અંકુરભાઈ ઠકકરે કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 22530











