MORBI મોરબી નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રોમિયો પર રાખશે ચાંપતી નજર, ગરબીઓમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

MORBI મોરબી નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રોમિયો પર રાખશે ચાંપતી નજર, ગરબીઓમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

મોરબી:નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને મોરબી એસપી મુકેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે.

મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં મહિલા પોલીસ સ્ટેશનની ‘શી-ટીમ’ (She Team) વિશેષ રીતે કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ પરંપરાગત (ટ્રેડિશનલ) પરિધાનમાં ગરબાના સ્થળોએ સામાન્ય ખેલૈયાઓ વચ્ચે હાજર રહેશે. જેથી છેડતી કરતા રોમિયો કે અસામાજિક તત્વો પર સીધી નજર રાખી શકાય અને તેમની સામે તુરંત જ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત લોકલ પોલીસ મથકની સર્વેલન્સ ટીમો પણ સાદા ડ્રેસમાં સતત વોચ રાખશે.

હળવદ, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા અને ટંકારા સહિતના વિસ્તારોમાં શેરી ગરબીઓથી લઈને ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રી જેવા મોટા આયોજનોમાં ૪ ડીવાયએસપી તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓની દેખરેખ હેઠળ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આ બંદોબસ્તમાં એ-ડિવિઝન, બી-ડિવિઝન, તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, સાયબર ક્રાઈમ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટ્રાફિક શાખા સહિતની ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. અધિકારીઓએ અર્વાચીન ગરબા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ આયોજકોને જરૂરી સૂચનાઓ પણ આપી છે.

ગરબા સ્થળોની આસપાસ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ ખડેપગે રહેશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વાહનો માત્ર નિયત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરવા અને ભીડભાડમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ કે મુશ્કેલીના સમયે નાગરિકો તુરંત ‘૧૧૨’ ડાયલ કરી શકે છે; પોલીસ ૨૪/૭ પ્રજાની સુરક્ષા માટે તત્પર છે.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો