ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૮મા યુવક મહોત્સવ ‘કલાઉત્સવ ૨૦૨૬’નું ભવ્ય સમાપન : ૪૯ કોલેજોના ૧૦૧૦ વિદ્યાર્થીઓએ સોરઠી ખમીર અને સંસ્કૃતિ ગુંજવી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આયોજિત બે દિવસીય અષ્ટમ યુવક મહોત્સવ ‘કલાઉત્સવ ૨૦૨૬’ વિદ્યાર્થીઓની અદભુત કલાત્મકતા, ઉત્સાહ અને સોરઠી ખમીર વચ્ચે રંગેચંગે સંપન્ન થયો હતો. આ કલા મહોત્સવમાં યુનિવર્સિટી કાર્યક્ષેત્ર હેઠળના દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની ૪૯ કોલેજોના ૧૦૧૦ જેટલા કલાપ્રેમી વિદ્યાર્થીઓએ સંગીત, નાટક, લલિતકલા, નૃત્ય અને સાહિત્ય વિભાગની કુલ ૩૧ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં વિજેતા કલાકારોને શિલ્ડ, સન્માનપત્ર અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે સહભાગી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “સોરઠ એ સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ધરતી છે. આ ભૂમિના કણમાં ખુમારી અને લોહીમાં ખમીર છે. મંચ પર ભજવાતા નાટકો કે વક્તવ્યોમાં જ્યારે વ્યસનમુક્તિ અને સામાજિક કુરિવાજો પર પ્રહારો થાય છે, ત્યારે તે એક સ્વસ્થ, પ્રગતિશીલ અને સમરસ સમાજની નીવ નાખે છે. યુવાનોની આ ઊર્જા સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે.”
કાર્યક્રમના મુખ્ય અતિથિ જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયાએ જણાવ્યું કે, “મણિયારો કે તલવાર રાસ માત્ર મનોરંજન નથી પણ શૌર્યનું પ્રતીક છે. પરંપરાગત પોશાકમાં યુવાનોનો અટક્યા વગરનો જોશ સોરઠની અસ્મિતાને ઉજાગર કરે છે.” અતિથિ વિશેષ ગૌરવભાઈ રૂપારેલીયાએ નવી પેઢીના મૂળિયાં સાથેના જોડાણને બિરદાવ્યું હતું, જ્યારે જાણીતા લોકસાહિત્યકાર જીતુદાન ગઢવીએ જણાવ્યું હતું કે યુવા મહોત્સવ એ સોરઠના ખમીર, સંસ્કાર અને કળાને વૈશ્વિક ઓળખ આપવાનું સશક્ત માધ્યમ છે.
આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, અગ્રણીઓ મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, વિનુભાઈ ચાંદેગરા, શિક્ષણવિદ નારૂભાઈ જેઠવા, રજિસ્ટ્રાર ડો. આર.જી. પરમાર, પરીક્ષા નિયામક ડો. ડી.એચ. સુખડીયા સહિત સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો અને વિવિધ કોલેજોના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પરાગ દેવાણીએ કર્યું હતું.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો