Rajkot: રાજકોટના મોટા રામપર ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વૃદ્ધાશ્રમના વડીલોના ખબર અંતર પૂછવા સાથે આત્મીય સંવાદ કર્ય

સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા રૂ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર ઓડિટોરિયમ તમામ સામાજિક કાર્યક્રમો માટે કાયમી ધોરણે નિઃશુલ્ક અપાશે

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડીલોને અપાતી હૂંફસભર સુવિધાઓ નિહાળી હતી. મુલાકાત બાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતા ભર્યો સંવાદ કર્યો હતો. વડીલોના ચહેરા પર છવાયેલી પ્રસન્નતા અને મુખ્યમંત્રીશ્રીના માયાળુ સ્વભાવે ઉપસ્થિતોના હૃદય સ્પર્શી લીધા હતા.

આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક મંડળે સંસ્થાના આગામી આયોજન અંગે મુખ્યમંત્રીશ્રીને વિગતો પણ આપી હતી.

અત્રે નોંધનીય છે કે, રાજકોટ-જામનગર હાઇવે, પડધરી પાસે, મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૨ કરોડના ખર્ચે ૧,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો અર્થે સૌ કોઈ માટે કાયમી ધોરણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

આ અવસરે શ્રમ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી ડૉ. નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય સર્વ શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ સહિતના પદાધિકારીશ્રીઓ, રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય, રાજકોટ મહાનગર પાલિકા કમિશનર શ્રી તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેકટર શ્રી જય બારોટ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીશ્રીઓ- અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને સંકલન શ્રી વિજયભાઈ ડોબરિયા અને શ્રી મિતલભાઈ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું છે

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો