અરવલ્લી –  એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની સંયુક્ત કાર્યવાહી, 86.250 કિલોગ્રામ  ગાંજાના લીલા છોડ મળી આવ્યા – 43 લાખથી વધુના ગાંજો સાથે 1 આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની સંયુક્ત કાર્યવાહી, 86.250 કિલોગ્રામ  ગાંજાના લીલા છોડ મળી આવ્યા – 43 લાખથી વધુના ગાંજો સાથે 1 આરોપી ઝડપાયો

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગલીસેમરો ગામે ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થયો છે. અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મકાઈ અને જુવારના વાવેતરવાળા ખેતરમાંથી ગાંજાના લીલા છોડ નંગ-169 ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 86.250 કિલોગ્રામ વજનના છોડ કબજે કર્યા છે, જેની કિંમત રૂ.43,12,500 આંકવામાં આવી છે.

રાજ્યમાં માદક પદાર્થોની બદી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા એન્ટી નાર્કોટિક્સ વિંગની રચના કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થોનું વેચાણ અને વાવેતર કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા સૂચના આપવામાં આવી આ સૂચનાના આધારે પોલીસ અધિક્ષકના સીધા સુપરવિઝન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા તથા SOGના પો.સ.ઇ. એ.એચ. રાઠોડ અને બંને શાખાના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી પંચો, FSL અધિકારી અને વિડીયોગ્રાફરની હાજરીમાં ગલીસેમરો ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન આરોપી અનિલભાઈ મરતાભાઈ ડામોર, ઉંમર વર્ષ 36, રહે. ડામોર ફળિયું, ગલીસેમરો, તા. શામળાજી, જી. અરવલ્લીના કબજા-ભોગવટાવાળા ખેતરમાંથી ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં છોડ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના હોવાનું જણાતાં પોલીસે તમામ 169 છોડ કબજે કર્યા હતા.

આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11188010260611/2026 હેઠળ NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(A)(1) અને 20(B)(2)(C) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થોના વાવેતર સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને SOGની આ સંયુક્ત કાર્યવાહીથી ચકચાર મચી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો