અરવલ્લી- નવરાત્રિને લઈ જિલ્લા પોલીસ સજ્જ, 300થી વધુ ગરબા આયોજનો પર રહેશે નજર CCTV કેમેરા, બ્રેથલાઇઝર ચેકિંગ, સી-ટીમ અને નાઇટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી- નવરાત્રિને લઈ જિલ્લા પોલીસ સજ્જ, 300થી વધુ ગરબા આયોજનો પર રહેશે નજર CCTV કેમેરા, બ્રેથલાઇઝર ચેકિંગ, સી-ટીમ અને નાઇટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે

મોડાસા સહિત જિલ્લામાં CCTV કેમેરા, બ્રેથલાઇઝર ચેકિંગ, સી-ટીમ અને નાઇટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે

અરવલ્લી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લઈને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 300થી વધુ નવરાત્રિ મહોત્સવોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ સહિત વિવિધ સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મોડાસા શહેરમાં યોજાતી મોટી નવરાત્રિઓ પર પોલીસની વિશેષ નજર રહેશે.

નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને દર્શકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબા ગ્રાઉન્ડ પર CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે અલગ-અલગ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ મહોત્સવ સંપન્ન થાય.

પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર અવરજવર દરમિયાન બ્રેથલાઇઝરથી તપાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નશામાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવા સહિત ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય સંચાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ સક્રિય રાખવામાં આવશે.આ ઉપરાંત સી-ટીમની કામગીરી, રાત્રિ પેટ્રોલિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવશે. નવરાત્રિનું આયોજન કરતા ગરબા આયોજકો સાથે પણ પોલીસ દ્વારા બેઠક યોજીને શાંતિ અને સલામતી જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ દરમિયાન નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાની જનતાને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો