નારણ ગોહિલ લાખણી

વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા (વાતમ) ગામની શ્રી પગાર કેન્દ્ર શાળાએ ફરી એકવાર રમત-ગમત ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.
શાળા અગાઉ ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ, ગોળાફેંક, ચક્રફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ અને બેડમિટન અનેક જેવા અનેક સ્પર્ધાઓમાં પસંદગીઓ મા ઉત્તમ નેત્રુત્વ કરી ને શાળા નુ નામ રોશન કરેલ છે
સરકાર દ્વારા આયોજિત ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં આ વર્ષે શાળાના વિદ્યાર્થી *ઈન્દ્રજીતસિંહ દશરથસિંહ રાજપૂત* ની રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધા માટે પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારમાં હર્ષની લાગણી છે.
આજ રોજ શાળામાં યોજાયેલ નિપુણ માતા જૂથના કાર્યક્રમમાં વિદ્યાર્થી ઈન્દ્રજીતસિંહ, તેમના કોચ શ્રી કિરણસિંહ અને તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે SMC સભ્યો નારણભાઈ રાજપુત ભગવાનભાઈ ગોહિલ CRC વિહાજી રાજપુત શિક્ષકો રમેશભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, હિમાંશુભાઈ સોલંકી, સુરેશભાઈ રાજપુત, હિતેશભાઈ દેસાઈ, મધુબેન વોરા, કિંજલબેન પટેલ સહિત સમગ્ર સ્ટાફ, વાલીઓ અને વિહોલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં “એક માતા સો શિક્ષકની ગરજ સારે” વિષય પર માતાઓની શિક્ષણમાં ભૂમિકા અંગે વિશેષ ચર્ચા કરી માતાઓને શિક્ષણયજ્ઞમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતુ











