થરા જુના ગામતળમાં બિરાજમાન નગરદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે નવરાત્રી મંડપ મુહૂર્ત અને ઘટ સ્થાપન કરાયું..

થરા જુના ગામતળમાં બિરાજમાન નગરદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે નવરાત્રી મંડપ મુહૂર્ત અને ઘટ સ્થાપન કરાયું..

ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય-મનોરંજન -કોમી-એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધપર્વ પૂર્ણ થતાં જ માઁ શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે.નવરાત્રિ એટલે શકિત-ભકિત-આરાધના નુ પર્વ આ પર્વમાં આસો મહિનામાં માના ગુણગાન ગાવા સંવત ૨૦૮૨ ના આસોસુદ-૧ ને રવિવાર ૧૧ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ સવારે થરા સ્ટેટ માજી રાજવી હેતકારણસિંહ (લાલભા) વાઘેલાની ઉપસ્થિતિમા શાસ્ત્રી રમેશભાઈ જોષી શિરવાડા વાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે નવરાત્રી મંડપ મુહૂર્ત અને નવરાત્રી ઘટ સ્થાપન કરવામાં કરવામાં આવ્યું ત્યારે શ્રી માઈ મંડળના રાજુભાઈ સોની,ગૌરાંગભાઈ સોની,પૂજારી મેહુલભાઈ દવે ઝેરડાવાળા, નરેન્દ્રભાઈ સોની, પ્રજાપતિ બાબુભાઈ ઉકાભાઈ,હરિભાઈ સોની, મેઘરાજભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી (RK), ગોપાલ ચૌહાણ સહીત થરા નગરજનો હાજર રહ્યા હતા.આજે પ્રથમ નોરતાની પ્રસાદ ઠક્કર વસંતીબેન જયંતીભાઈ અને આંગીનો લાભ સ્વ. સીતાબેન વેન્સીમલભાઈ બર્વા પરિવારે લીધો છે. નગરદેવી શ્રી બહુચર માતાજીના આરાધક અને સતત નવ દિવસ એકીશ્વાસે ગરબાની રમઝટ બોલાવનાર માઈ ભક્ત હરિભાઈ સોનીએ નગર જનોને માના ગુણગાન ગાવા અને ગરબે ઘુમી માતાજીની આરતી પ્રસાદનો લાભ લેવા જણાવ્યું હતું.
નટવર. કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો