MORBI:અમેરિકાની ધરતી પર નવલા નોરતાનો ધબકાર: ન્યૂજર્સીમાં માં અંબાના ગરબે ઝૂમ્યા ગુજરાતી અને ભારતીય સમાજ એ પણ મોરબીના બિઝનેસમેનના નેતૃત્વ હેઠળ

MORBI:અમેરિકાની ધરતી પર નવલા નોરતાનો ધબકાર: ન્યૂજર્સીમાં માં અંબાના ગરબે ઝૂમ્યા ગુજરાતી અને ભારતીય સમાજ એ પણ મોરબીના બિઝનેસમેનના નેતૃત્વ હેઠળ

વતનથી દૂર વસતા ગુજરાતીઓ માટે ગરબો માતાજીની આરાધના સાથે પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાવાનું માધ્યમ છે. આ ભાવનાને જીવંત કરતો ગરબા કાર્યક્રમ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પાર્સિપની શહેરમાં તા. ૪ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્મિથ ગાર્ડન ખાતે યોજાયો હતો. મા અંબાજીની આરાધના સાથે ગુજરાતી તથા ભારતીય સમુદાયે ગરબે રમીને ભક્તિ અને પરંપરાનો આનંદ માણ્યો હતો.

 

વડોદરા સાથે નાતો ધરાવતા પાર્સિપનીનાશ્રી મેયર પુલકિત દેસાઈની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતાબેન દેસાઈ, રજનીકાંત પાટીદાર તથા ગુણવંતભાઈ પટેલ (આરદેસણા) મોરબી સાથે જોડાયેલા આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વડોદરાની ગાયિકા કાવ્યાબેનના સ્વરે રજૂ થયેલા માતાજીના ગરબાએ ઉપસ્થિતોને ભક્તિના રંગે રંગ્યા હતા. માતાજીના પરંપરાગત ગરબાને પ્રાધાન્ય આપતા આ આયોજનમાં સૌએ ખુલ્લા મેદાનમાં ગરબે રમવાનો આનંદ માણ્યો હતો.

આયોજકો દ્વારા ભારતીય અનુરૂપ ખાણીપીણીના સ્ટૉલનું આયોજન કરવામાં આવ્યું હતું. સહિયારા પ્રયાસોથી વિદેશમાં વસતા ભારતીયોને પોતાની પરંપરા સાથે જોડાવાનો સુંદર અવસર મળ્યો હતો. મા અંબાના ગરબાના તાલે અમેરિકાની ધરતી પર ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સંભળાયો હતો.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો