નર્મદા : નવરાત્રી અને દશેરાના પર્વ નિમિત્તે રાજપીપલાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરાઈ

નર્મદા : નવરાત્રી અને દશેરાના પર્વ નિમિત્તે રાજપીપલાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરાઈ

 

*ભક્તોની સુવિધા માટે GSRTC ભરૂચ વિભાગ દ્વારા વિશેષ બસનું સંચાલન: રાજપીપળાથી બપોરે ૧૨:૦૦ કલાકે બસ ઉપડશે*

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

નર્મદા જિલ્લાના મુખ્ય બસ સ્ટેશન રાજપીપલા ખાતે ગ્રામ હાટના ઉદ્ઘાટન પ્રસંગે નવરાત્રી અને દશેરાના પાવન પર્વ નિમિત્તે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વિશેષ બસને માન.સાંસદ મનસુખભાઈ વસાવા, માન.નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન ભક્તો સરળતાથી ધાર્મિક સ્થળોએ પહોંચી શકે તે હેતુથી GSRTC ભરૂચ વિભાગ દ્વારા રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ અમદાવાદ, ડભોઈ, વડોદરા, રાણીપ, છત્રાલ અને કડી સહિતનાં સ્થળો થઈને જશે.

 

આ અંગે ભરૂચના યાંત્રિક ઇજનેર જી.કે. પટેલે જણાવ્યું હતું કે, આ વિશેષ બસ રાજપીપળા બસ સ્ટેશનથી બપોરે ૧૨:૦૦ કલાકે ઉપડશે. આ બસ સેવાના માધ્યમથી નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન બેચરાજી જવા ઇચ્છતા ભાવિક ભક્તોને મુસાફરીમાં સુવિધા મળશે. તેમણે ભાવિક ભક્તોને આ વિશેષ બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.

 

વધુમાં જણાવ્યું કે, આ વિશેષ બસ સેવા માત્ર નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન જ કાર્યરત રહેશે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો