નવસારી એલસીબી પોલીસની ટીમે પ્રોહિબિશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોટીલાથી ઝડપી પાડ્યો.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ દરમિયાન એલ.સી.બી.ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાનગી બાતમીના આધારે તપાસ કરી રહ્યા હતા. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી જાકીરભાઈ હુસેનભાઈ કલાડિયા (ઉંમર ૩૧ વર્ષ), રહે. ઘાંચીવાડ, ચોટીલા, જિલ્લા સુરેન્દ્રનગર, પોતાના ઘરે હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે ચોટીલા ખાતે તેના ઘરે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) અને ૮૧ મુજબ ગુનો નોંધાયેલો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ તથા મોરબી શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૩ હેઠળના ગુનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત તથા હેડ કોન્સ્ટેબલ ઘુઘાભાઈ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવદીપસિંહ જગદીશસિંહ અને સેંધાભાઈ હીરાજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો