નર્મદા : મતદાર યાદી સુધારણા કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગંગા સિંઘે આજરોજ ટેકરા ફળિયા, વડિયા ગામ, ગોપાલપુરા તથા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે મતદાર યાદી સુધારણા કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ મતદાર યાદી સંબંધિત કામગીરીની પ્રગતિ અને વ્યવસ્થાઓ અંગે જરૂરી વિગતો મેળવી હતી.
કલેક્ટરએ મતદાર યાદી વધુ ચોકસાઈપૂર્ણ અને અદ્યતન બને તથા લાયક નાગરિકો મતદાર યાદીમાં નોંધણીથી વંચિત ન રહે તે માટે કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.









