TANKARA:ટંકારામાં ખેડૂત આક્રોશ મહાસભાના આયોજન અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ: યાર્ડ ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન

TANKARA:ટંકારામાં ખેડૂત આક્રોશ મહાસભાના આયોજન અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ: યાર્ડ ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન

પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો અને અધિકારો અંગે ચર્ચા; એકજૂથ થઈ લડત આપવા આહ્વાન

મોરબી ખાતે યોજાનાર ખેડૂત આક્રોશ મહાસભાને ભવ્ય અને સફળ બનાવવાના હેતુથી ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા રામાપીર મંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ટંકારા–પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો વચ્ચે ખેડૂતોના પડતર પ્રશ્નો, હક અને અધિકારો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અન્નદાતાઓના હિતોનું રક્ષણ કરવા અને તેમના પ્રશ્નોને મજબૂત વાચા આપવા માટે સૌએ એકતા દર્શાવી સંયુક્ત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાજેતરમાં મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર ખેડૂત પેનલના તમામ વિજેતા ઉમેદવારોનું શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતાં ટંકારા શહેર કોંગ્રેસ પ્રમુખ દુષ્યંત ભૂતે જણાવ્યું હતું કે, ખેડૂતોના હક્ક અને ન્યાય માટે સંગઠન અને એકતા અનિવાર્ય છે. આગામી દિવસોમાં મોરબી ખાતે યોજાનારી ખેડૂત આક્રોશ મહાસભા સફળ બને તે માટે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા. અંતમાં ટંકારા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને ખેડૂતોનો આભાર માની સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો