WAKANER:કલા મહાકુંભ 2026-27માં વાંકાનેર તાલુકાની શાળાઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન

તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર 32 કૃતિઓ મોરબી જિલ્લા કક્ષાએ વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે
વાંકાનેર તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2026-27નું આયોજન શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભા દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સ્પર્ધાના પરિણામોમાં વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓની કુલ 32 કૃતિઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને મોરબી જિલ્લા કક્ષાએ વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
,તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શાળાઓ અને તેમની કૃતિઓની સંખ્યા નીચે મુજબ છે: શારદા મંદિર માધ્યમિક વિદ્યાલય – 6 કૃતિઓ, શ્રી ગર્લ્સ હાઈસ્કૂલ – 6 કૃતિઓ, શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય – 5 કૃતિઓ પી. એમ. શ્રી રામકૃષ્ણનગર પ્રાથમિક શાળા – 3 કૃતિ

શક્તિપરા પ્રાથમિક શાળા – 3 કૃતિ એસ. એમ. પી. હાઈસ્કૂલ, સિંધાવદર – 2 કૃતિઓ ભેરડા પ્રાથમિક શાળા – 2 કૃતિઓ,વઘાસિયા પ્રાથમિક શાળા – 1 ,કૃતિ વિશીપરા કન્યા શાળા – 1 કૃતિહસનપર પ્રાથમિક શાળા – 1 કૃતિ
જવાહર નવોદય પ્રાથમિક શાળા – 1 કૃતિ શ્રી પલાસ પ્રાથમિક શાળા – 1 કૃત આમ, વાંકાનેર તાલુકાની કુલ 12 શાળાઓની 32 કૃતિઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો છે. આ સિદ્ધિ તાલુકાના વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.

આ પ્રસંગે યુવા અધિકારી શ્રી હીરલબેન વ્યાસ તથા શ્રી નાકીયાસાહેબ બુદ્ધદેવે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર તમામ સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ મોરબી જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સાથે જ, કલા મહાકુંભનું સુચારું આયોજન કરવા બદલ આયોજક સંસ્થા શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની, ટ્રસ્ટીશ્રી તથા શાળાના સ્ટાફ દ્વારા સમગ્ર તાલુકામાંથી પધારેલ 500 સ્પર્ધકો માટે ખુબ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન અને આભાર વ્યક્ત કરેલ હતો સ્પર્ધામાં નિષ્પક્ષ અને યોગ્ય નિર્ણય આપનાર તમામ નિર્ણાયકોનો આભાર વ્યક્ત કર્યો ખાસ કલા મહાકુંભ ના ઉદ્ઘાટન સત્રમાં શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ના પ્રમુખ શ્રી અમરશીભાઈ મઢવી, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ રૂપારેલીયા, કલ્પેંદુભાઈ મહેતા, પુષ્કર ભાઈ ત્રિવેદી તેમજ કલા મહાકુંભ ના આયોજનમાં હંમેશા મદદરૂપ થનાર પટોળી સાહેબ અને સોલંકી સાહેબે હાજરી આપેલ અને શાળાના અન્ય સહયોગી વિદ્યાલય ના પ્રધાન આચાર્યએ પણ હાજરી આપી સમગ્ર વાંકાનેર માંથી પધારેલ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું સમગ્ર કાર્યક્રમ ભાટી ટીવી ના માધ્યમથી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધા માં વાંકાનેર તાલુકાના બી.આર.સી,શ્રી આઈ એ શેરસીયા પૂર્વ બી.આર.સી શ્રી અબ્દુલભાઈ શેરસીયા અને સી.આર.સી ઈકબાલભાઈ શેરસીયા દ્વારા કલા મહાકુંભ ની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને શિક્ષકોને , આટલા મોટા આયોજન બદલ આયોજક સંસ્થા એલ કે સંઘવીને પ્રેરણા આપવામાં આવી. આ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા પ્રદર્શિત કરવા માટે ઉત્તમ મંચ પ્રાપ્ત થયું હવે જિલ્લા કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં પણ વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનો પરિચય બતાવીને પોતાની શાળા, તાલુકા અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી













