બોડેલી નગરપાલિકા વિસ્તારમાં ₹358.74 લાખનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ અને પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 358.74 લાખના ખર્ચે કુલ 9 જેટલાં વિવિધ RCC રસ્તાનાં કામોને મંજૂરી મળતાં આજે બોડેલી નગરપાલિકાના ઝાંખરપુરા વોર્ડ નંબર 4 ખાતે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોમાં ઝાંખરપુરા નવીનગરી તરફના RCC રસ્તા માટે રૂપિયા 49.94 લાખ, ઝાંખરપુરા સ્મશાનથી રાજુભાઈ શાહના ફાર્મ સુધીના રસ્તા માટે રૂપિયા 49.50 લાખ, ઝાંખરપુરા ગ્રામ પંચાયતથી સ્મશાન સુધીના રસ્તાના ફેઝ-1 અને ફેઝ-2 માટે કુલ રૂપિયા 73.63 લાખ, અલીખેરવા મેન રોડથી રાયુકાકાના ઘર સુધીના રસ્તાના ફેઝ-1 અને ફેઝ-2 માટે કુલ રૂપિયા 92.36 લાખ, ચાયક ખાતે સ્વામિનારાયણ મંદિરથી સ્મશાન સુધીના રસ્તા માટે રૂપિયા 41.14 લાખ, અલીખેરવા મેન રોડથી બચ્ચો કા ઘર સુધીના રસ્તા માટે રૂપિયા 34.62 લાખ તેમજ અલીખેરવા ખાતે નાળાથી રાજખેરવા મેન રોડ સુધીના રસ્તા માટે રૂપિયા 14.45 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ તમામ રસ્તાઓના નિર્માણથી ઝાંખરપુરા, અલીખેરવા અને ચાયક વિસ્તારના સ્થાનિક રહીશોને વાહનવ્યવહારમાં મોટી રાહત મળશે અને માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. ખાતમુહૂર્ત પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, બોડેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર પટેલ, બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશ રાઠવા, ઉપપ્રમુખ પદ્માબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જીગ્નેશ ચોકસી, કોર્પોરેટરો યશપાલસિંહ ઠાકોર, દક્ષેશ પ્રજાપતિ, રાકેશ ચાવડા, કાર્તિક શાહ, જીગ્નેશભાઈ અગ્રવાલ સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર રવિ પઢિયાર, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ગ્રામજનોએ ગામની વિવિધ સમસ્યાઓ અંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી સમક્ષ રજૂઆત કરી હતી, જે અંગે ધારાસભ્યે રજૂઆતો સાંભળી ભવિષ્યમાં સમસ્યાઓનો સુખદ ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી. વિકાસકામોના ખાતમુહૂર્તથી સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી 
48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો