દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે રિસર્ચ પેપર રાઇટિંગ સેશન યોજાયું

તા.૧૨.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે રિસર્ચ પેપર રાઇટિંગ સેશન યોજાયું

દાહોદ  સરકારી ઇજનેરી કોલેજ,ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિભાગના સેમેસ્ટર 1, 3, 5 અને 7ના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ પેપર રાઇટિંગ અંગે માર્ગદર્શન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ કેળવવા તથા તેમને સંશોધન લેખનની પદ્ધતિથી પરિચિત કરાવવાનો હતો.આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના સહાયક પ્રાધ્યાપક ડૉ. ઇશાક શેખ એ વિદ્યાર્થીઓને રિસર્ચ પેપરનું માળખું, વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પદ્ધતિથી સંશોધન લેખન, સંશોધનનાં તારણોની રજૂઆત તથા ગુણવત્તાસભર રિસર્ચ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.તેમણે સંશોધનનું શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રહેલું મહત્ત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને નવીન વિચારો પર કાર્ય કરવા, વિશ્લેષણાત્મક ક્ષમતા વિકસાવવા અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે સંશોધન પેપરને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સંશોધનક્ષમતા વિકસાવવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું હતું.આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિભાગના વડા ડૉ. બી. એમ. પરમાર એ સંશોધનનું મહત્ત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સંશોધન પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ટેકનિકલ લેખન કૌશલ્ય વિકસાવવાની દિશામાં આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો