MORBI:મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ અને દશેરાએ ભવ્ય રાજપૂતાના મહારેલી તથા શસ્ત્ર પૂજનનું આયોજન

MORBI:મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ અને દશેરાએ ભવ્ય રાજપૂતાના મહારેલી તથા શસ્ત્ર પૂજનનું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાના જતન અર્થે આગામી તારીખ 13/10/2026 થી 15/10/2026 દરમિયાન સામાકાંઠે ન્યુ પેલેસ (મોરબી-2) ખાતે ભવ્ય ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજની બહેન-દીકરીઓ પારંપરિક વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે હેતુથી આ મહોત્સવ દરરોજ રાત્રે 8:00 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) તથા કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા સાહેબ (દેવ સોલ્ટ પ્રા. લી.) છે. આ નવરાત્રી મહોત્સવ માત્ર રાજપૂત સમાજ પૂરતો મર્યાદિત રહેશે. રાસ-ગરબામાં ભાગ લેનાર બહેનોએ રાત્રે 8:00 થી 9:00 દરમિયાન સ્થળ પરથી પાસ મેળવી લેવાના રહેશે અને પ્રથમ દિવસે મળેલો પાસ ત્રણેય દિવસ સાચવી રાખવાનો રહેશે.

ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામોની વણઝાર ગરબામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ઈનામો આપવામાં આવશે. જેમાં:પ્રિન્સેસ અને લીટલ પ્રિન્સેસ ,ફર્સ્ટ પ્રિન્સેસ અને ફર્સ્ટ લીટલ પ્રિન્સેસ

બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ ડ્રેસ બેસ્ટ સ્ટાઈલ તેમજ વિવિધ સરપ્રાઈઝ ઈનામો એનાયત કરવામાં આવશે. વિજયાદશમીએ શસ્ત્ર પૂજન અને ‘રાજપૂતાના મહારેલી’

નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયા બાદ વિજયાદશમી (દશેરા) ના પાવન અવસરે તારીખ 20/10/2026 ને મંગળવારના રોજ બપોરે 3:30 કલાકે પરંપરાગત ‘શસ્ત્ર પૂજન’ યોજાશે.આ પર્વ નિમિત્તે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ (એમ.પી. સર્કલ) થી ભવ્ય ‘રાજપૂતાના મહારેલી’ નું પ્રસ્થાન થશે, જે ન્યુ પેલેસ સ્થિત મોમાઈ માતાજીના મંદિરે પહોંચશે. જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઈઓને રજવાડી પોશાક, માથે સાફો અને તલવાર સાથે આ શૌર્યસભર મહારેલીમાં જોડાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જે. જાડેજા દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો