MORBI મોરબી બાથરૂમ જતી વખતે અચાનક ચક્કર આવતાં ઢળી પડેલી ૩૮ વર્ષીય પરિણીતાનું મો*ત

MORBI મોરબી બાથરૂમ જતી વખતે અચાનક ચક્કર આવતાં ઢળી પડેલી ૩૮ વર્ષીય પરિણીતાનું મો*ત

મોરબી:શહેરના રવાપર રોડ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પોતાના ઘરે બાથરૂમ જતી વખતે અચાનક ચક્કર આવી જતાં બેભાન થઈને ઢળી પડેલી ૩૮ વર્ષીય પરિણીતાનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

બનાવની વિગતો મુજબ, મોરબીના રવાપર વિસ્તારમાં ગોલ્ડન માર્કેટ પાછળ આવેલી વૈભવલક્ષ્મી સોસાયટીના ‘દાસ પેલેસ’ ખાતે રહેતાં પ્રીતિબેન પિન્ટુભાઈ કાચરોલા (ઉં.વ. ૩૮) ગત તા. ૧૧ ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હતાં. તે દરમિયાન અચાનક બાથરૂમ જતી વખતે તેમને ચક્કર આવતાં તેઓ નીચે પટકાયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં.

પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક શુભ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યાં હતાં. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો