HALVAD:હળવદના ચંદ્રગઢ ગામે સનસનાટી: વાડીમાં ૨૭ વર્ષીય યુવાનની બોથડ પદાર્થથી કરપીણ હ*ત્યા

HALVAD:હળવદના ચંદ્રગઢ ગામે સનસનાટી: વાડીમાં ૨૭ વર્ષીય યુવાનની બોથડ પદાર્થથી કરપીણ હ*ત્યા

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં એક યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચંદ્રગઢ ગામે રહેતા ૨૭ વર્ષીય અનીલભાઈ રામજીભાઈ જાદવ પોતાની વાડીએ ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતાં ચિંતાતુર બનેલા પરિવારજનો તેમની શોધખોળ માટે વાડીએ પહોંચ્યા હતા. વાડીમાં તપાસ કરતાં અનીલભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ તેમના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ બનાવથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ એક્શનમાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ડીવાયએસપી, એલસીબી (LCB) તથા હળવદ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ હત્યા કયા કારણોસર કરવામાં આવી અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને હત્યારાઓને ઝડપી પાડવા અને હત્યા પાછળનું સાચું રહસ્ય ઉકેલવા અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો