આમ આદમી પાર્ટી દ્વારા બૂથ નિર્માણ મહાઅભિયાન અંતર્ગત ઉમલ્લા ગામમાં ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું 

આમ આદમી પાર્ટી દ્વારા બૂથ નિર્માણ મહાઅભિયાન અંતર્ગત ઉમલ્લા ગામમાં ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું

format: 0; filter: null; fileterIntensity: null; brp_del_th:null;
;

brp_mask:0;
brp_del_th:null;
;
format: 0; filter: null; fileterIntensity: null; ;
;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
;

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા બૂથ નિર્માણ મહાઅભિયાન અંતર્ગત ઉમલ્લા ગામમાં ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઘરે ઘરે જઈ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સાથે જ પાર્ટીની વિચારધારા, સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી અને આગામી ચૂંટણીને લઈને લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવાએ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.રજની વસાવાએ ઉમલ્લામાં થયેલી દબાણ હટાવવાની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઉમલ્લામાં દુ. વાઘપુરા માં વિકાસના નામે કરવામાં આવેલી કામગીરી અને નાના વેપારીઓના રોજગારનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની વિચારધારા આજે લોકોના દિલમાં વસી ગઈ છે. લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક આમ આદમી પાર્ટીની બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ઉમલ્લામાં યોજાયેલા આ જનસંપર્ક અભિયાનમાં ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા, ઝઘડિયા તાલુકા પ્રમુખ રોશન સિંઘી, જિલ્લા પંચાયત સદસ્ય નર્મદાબેન વસાવા સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઈરફાન ખત્રી

રાજપારડી

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો