અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ઉમિયા ચોક ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના નવરાત્રી મહોત્સવમાં વિવિધ વેશભૂષા અને થીમ આકર્ષણનું કેન્દ્ર બની
મોડાસામાં ઉમિયા ચોક ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના નવરાત્રી મહોત્સવમાં વિવિધ વેશભૂષા અને થીમ આકર્ષણનું કેન્દ્ર બની.માં અંબાના પવિત્ર તહેવારમાં અંબેના પગપાળા સંઘથી લઈને સ્વચ્છતા અભિયાન અને ગરીબીની વેદના દર્શાવતી ઝાંખીઓએ ખેલૈયાઓનું ધ્યાન ખેંચ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ (ઉમિયા ચોક) દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ વેશભૂષા, સંગીત અને અનોખી થીમ સાથે નવરાત્રીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન રજૂ કરવામાં આવેલી વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.નવરાત્રી મહોત્સવમાં અંબે માતાના પગપાળા સંઘની ઝાંખી અને વિવિધ વેશભૂષાઓ દ્વારા ધાર્મિક આસ્થા સાથે સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવતી થીમ અને વેશભૂષા રજૂ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે આજના યુગમાં ગરીબીની વેદના અને ગરીબ વર્ગની પરિસ્થિતિને ઉજાગર કરતી વેશભૂષા તથા ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. વિવિધ સામાજિક સંદેશાઓને નવરાત્રીની ઉજવણી સાથે જોડીને આયોજકોએ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિવિધ વેશભૂષા, સંગીત અને સંદેશસભર થીમ સાથે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવે ઉમિયા ચોક ખાતે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ધાર્મિક આસ્થા, સામાજિક જાગૃતિ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના સમન્વય સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી









