MORBI:મોરબી મહાનગરપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે માં શક્તિ ના આરાધના પર્વ નવરાત્રી ની આસ્થાભેર ધામધૂમથી ઉજવણી


રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના(DAY -NULM અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ નું સંચાલન મોરબી મહાનગરપાલિકાના માન. કમિશનર સંગીતા રૈયાણી (IAS) ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન મારફતે શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય, બંને ટાઇમ ભોજન, ચા નાસ્તા, કપડાં ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમ થી જાહેર ઉજવણી કરવામાં આવે છે. હાલ માં જ્યારે સમગ્ર દેશમાં નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશ્રયગૃહ ખાતે પણ આશ્રિતો માટે નવરાત્રિ પર્વ ની ઉજવણી ની શુભ શરૂઆત મા ના ગરબા ના સ્થાપન સાથે જય ઘોષ ના ગગનભેદી નારાઓ વચે તારીખ ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ શુભ મુર્હૂત માં કરવામાં આવી છે, નવરાત્રી પર્વ દરમ્યાન આશ્રયગૃહ ના તમામ આશ્રિતો બંને ટાઇમ ભક્તિભાવ પૂર્વક પરંપરાગત રીતે જગદંબા ની આરતી સ્તુતિ કરવામાં આવે છે અને ઉત્સાહપૂર્વક રાસ ગરબા ની રમઝટ સાથે માં ની આરાધના કરવામાં આવે છે આ તકે આશ્રય ગૃહ ની કુલ ૧૧ આશ્રિત લાભાર્થી દીકરીઓ ને વિશેષ લહાણી ભેટ આપીને સંતુષ્ટ કરી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા જાળવવામાં આવે છે આ ઉપરાંત મોરબી શહેર ના જુદા જુદા સેવાભાવી ગ્રુપ પોતાના સભ્યો સાથે ગરબા સમયે હાજર રહીને આશ્રિતો સાથે ગરબે રમે અને સામાજિક સમરસતા નું માહોલ નિર્માણ કરવામાં મહત્વ નો ભાગ ભજવે છે. આશ્રય ગૃહ ખાતે આયોજિત નવરાત્રી પર્વ આશ્રિતો માટે પારિવારિક માહોલ સાથે કોમી ભાઈચારાનું ગૌરવવંતુ ઉદાહરણ સાબિત થાય છે નવરાત્રી પર્વ ની ઉજવણી નું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મોરબી મહાનગરપાલિકા ના UCD વિભાગ શાખા અધ્યક્ષ ના માર્ગદર્શન હેઠળ આશ્રય ગૃહ મેનેજર અને સિનિયર કેર ટેકર સહિત સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.













