સંતરામપુર એસ.ટી. ડેપો ખાતે સ્વસહાય જૂથોની બહેનો માટે ‘ગ્રામ હાટ’નું આયોજન

સંતરામપુર એસ.ટી. ડેપો ખાતે સ્વસહાય જૂથોની બહેનો માટે ‘ગ્રામ હાટ’નું આયોજન

અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન અને સ્વાવલંબનને નવી દિશા આપતાં એસ.ટી. ડેપો પરિસરમાં સ્વસહાય જૂથો (સખી મંડળો)ની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે ‘ગ્રામ હાટ’નું ઉદ્ઘાટન ધારાસભ ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે સંપન્ન થયું હતું. મિશન મંગલમ્ યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત સંતરામપુર તાલુકાના સખી મંડળો સાથે જોડાયેલી બહેનોને ઘરબેઠાં તૈયાર કરેલી હાથબનાવટની ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું સીધું બજાર મળી રહે અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી આ ગ્રામ હાટ કાર્યરત કરવામાં આવ્યું છે.

કાર્યક્રમને સંબોધતાં ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલાઓને માત્ર ઉત્પાદન પૂરતી સીમિત ન રાખતાં તેમના કૌશલ્યને યોગ્ય બજાર પૂરું પાડવું અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી એ સરકારની પ્રાથમિકતા છે. સંતરામપુર એસ.ટી. ડેપો જેવા વ્યસ્ત અને જાહેર સ્થળે ગ્રામ હાટ શરૂ થવાથી સ્થાનિક મુસાફરો તેમજ નગરજનો સુધી આ બહેનો દ્વારા નિર્મિત હસ્તકલા, ગૃહઉદ્યોગ અને પરંપરાગત ઉત્પાદનો સરળતાથી પહોંચી શકશે, જે મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતા અને આત્મવિશ્વાસ વધારવામાં સહાયક બનશે. આ તકે તેમણે “સશક્ત મહિલા • સમૃદ્ધ પરિવાર • વિકસિત ગામ”ના મંત્રને ચરિતાર્થ કરવાનો સંદેશ આપ્યો હતો.

આ ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રજનીતાબેન તાવિયાડ, ઉપપ્રમુખ રવિરાજભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ દામા, તાલુકા પંચાયત સદસ્ય અક્ષયભાઈ ભગોરા, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી સી.સી. તાવિયાડ,તથા એસ.ટી. ડેપો મેનેજરના પ્રતિનિધિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (લુણાવાડા)ના પ્રતિનિધિ ધીરેનભાઈ ભમરીયા, વિસ્તરણ અધિકારી દક્ષેશભાઈ પટેલ, તાલુકા લાઇવલીહૂડ મેનેજર અરવિંદ આર. સેલોત, એન.આર.એલ.એમ. યોજનાના સમગ્ર કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો હાજર રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈને બહેનોના ઉત્પાદનોની સરાહના કરી હતી અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા સ્થાનિક ઉત્પાદનો ખરીદવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો