ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૩ ઓક્ટોબર : સરકારની સૂચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૨માં તબક્કાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ તા. ૧૩ ઓક્ટોબરના રોજ લોહાણા મહાજન વાડી, આદિપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુદી જુદી કામગીરી માટે નાગરિકોને ત્વરિત લાભ મળી રહે તે હેતુથી વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ ૩૯૦ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ૩૯૦ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ જનહિતલક્ષી કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, કમિશનર બી.ડી. ડાવેરા, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરુ, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન તેજશભાઈ શેઠ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, સત્તાપક્ષના નેતા ભરતભાઈ મીરાણી,દંડક સુરેશભાઈ ઘુઘા,અગ્રણી કલ્પેશભાઈ પટેલ,મહામંત્રી કુલદીપસિંહ ઝાલા તથા અન્ય ચેરમેનઓ, કોર્પોરેટરઓ,પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો