એહવાલ. માધવ મકવાણા લીમખેડા

સુખસર તાલુકામાં નુતન વિદ્યાલય ખાતે કલા મહાકુંભ 2026 યોજાયો હતો 37 જેટલી સ્પર્ધામાં છ વર્ષથી ઓપન સુધીના વિદ્યાર્થીઓ અને કલાકારોએ ભાગ લીધો હતો. 21 થી 59 વર્ષ ની સ્પર્ધામાં મોટાનટવા તલવાર નૃત્ય ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું .આ ટીમ અગાઉ ગુજરાત ,રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં પોતાનું નૃત્ય રજૂ કરેલ છે .સાથે સ્વાગત કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ, લગ્ન પ્રસંગે પોતાનું નૃત્ય રજૂ કરતા હોય છે .આ તલવાર ઓરીજનલ હોય છે જેનું વજન બેથી ત્રણ કિલો અને ધારદાર હોય છે . આદિવાસીઓ લગ્ન 8 અને તહેવારો માં નૃત્ય કરતા હોય છે .ઢોલ ના જુદા જુદા સાત એક્શન મા તલવારબાજી રજૂ કરે છે. તલવાર,ગોફણ અને તીર કામઠુ આદિવાસીઓ (ભીલ)નું હાથવગું હથિયાર છે.આ હથિયારોમાં તેમને નિપુણતા હોય છે .આ નૃત્યની તાલીમ આપવામાં આવતી નથી .વંશ પરંપરાગત અને ગળથૂથીમાં વણાયેલું હોય છે. કારણ કે આઝાદીની લડતમાં પણ ભીલોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે .અને તેઓ દરેક લડાઈ વખતે અગ્રેસર રહ્યા હતા પરંતુ ઇતિહાસમાં તેમના આ યોગદાનને ઉજાગર કરવામાં આવેલ નથી. આ કલા મહાકુંભ જેવા કાર્યક્રમોથી પશ્ચિમની સંસ્કૃતિના કારણે ભુલાઈ રહેલી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી થાય છે આ ટીમ હવે પછી જિલ્લા કક્ષાએ ભાગ લેશે.











