માસૂમ દીકરીને લઈ ઘર છોડી ગયેલા મહિલાને સુરક્ષિત પરિવારને પરત સોંપતી મહિલા હેલ્પવાન – અભયમ્

જામનગર (ભરત ભોગાયતા)
એક જાગૃત વ્યક્તિની સતર્કતા અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની તાત્કાલિક કામગીરી ના કારણે પતિ અને સાસુ દ્વારા થતા ત્રાસથી કંટાળીને એક મહિલા તેની ૧૧ માસ ની દીકરી ને લઈને ઘરની બહાર નીકળી ગયા હોય તેઓને સુરક્ષિત પરિવારને સોંપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કક્ષાના કોઓર્ડિનેટર તુષાર બાવરવાના સઘન માર્ગદર્શન , મોટીવેશન અને મોનીટરીંગ હેઠળ દરેક જીલ્લા મથકના યુનિટ માં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નાની બાળા થી લઈને વડીલ વૃધ્ધા સુધી સૌ માટે જરૂર પડ્યે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આજે સવા દોઢ દાયકાની સેવા ઓન વ્હીલ અવિરત અપડેટ પણ થઈ રહી છે


આ કિસ્સામાં ઘરેલુ પરિસ્થિતિને કારણે મહિલા માનસિક તણાવમાં મુકાઈ હતી અને તેને મદદ તથા માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થઈ હતી તે વિષયનો સમાવેશ થયો છે આવી બાબતે ક્વિક રિસ્પોન્સ ટાઇમ, એવર રેડી,વિસ્તાર અને કૌટુંબિક બાબતે ઓબ્ઝર્વેશન, સોશિયલ સાયન્સ, સાયકોલોજીકલ ફેક્ટર વિશે જાણવું , માત્ર પૂછવાના બદલે સંવાદ શીત અનેક પ્રકારની ખાસિયતનો સરવાળો થઈને આ સેવાની અસરકારતા વધતી હોય છે
ઘટનાની જાણ થતાં રાજકોટ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ફરજ પર હાજર કાઉન્સિલર નેહલબેન જાદવ ,કોન્સ્ટેબલ હીનાબેન કુવાડવા ,પાયલોટ રાકેશભાઈ પારગી ઘટના સ્થળે પહોંચી મહિલાની પરિસ્થિતિને સમજવામાં આવી હતી.
ટીમે મહિલા સાથે સંવાદ સાધીને તેની સમસ્યા અને પરિસ્થિતિ અંગેની વધુ વિગતો જાણી હતી. ૧૮૧ અભયમ ટીમે મહિલાને સાંત્વના આપી તેની વાત શાંતિપૂર્વક સાંભળી હતી. મહિલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો
ત્યારબાદ ટીમ દ્વારા પતિ સાથે સંવાદ સાધી યોગ્ય સમજાવટ કરવામાં આવી હતી. મહિલાની પરિસ્થિતિને સમજાવી પારિવારિક પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.181 અભયમ ટીમના પ્રયાસોથી મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવી હતી. આ કામગીરી દ્વારા ટીમે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને જરૂરી સહાય પૂરી પાડી હતી.
સોર્સ 181 અભયમ રાજકોટ યુનિટ
Upload by
regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com









