નવરાત્રીના પવિત્ર દિવસોમાં વડેલાથી 101 યુવાનો રથ સાથે પગપાળા પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે રવાના

એહવાલ.માધવ મકવાણા લીમખેડા   

માં આદ્યશક્તિ ગ્રુપ વડેલા દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન, ગામના આગેવાનો અને વડીલોએ પૂજા-અર્ચના કરી આપી શુભ વિદાય

લીમખેડા, દાહોદ:

શુભ નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીની ભક્તિ અને અખૂટ શ્રદ્ધાના માહોલ વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામેથી માં આદ્યશક્તિ ગ્રુપ વડેલા દ્વારા પાવાગઢ સ્થિત જગતજનની મહાકાળી માતાજીનાં દર્શનાર્થે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં 101 યુવાનો રથ સાથે પગપાળા પાવાગઢ જવા માટે ઉત્સાહભેર રવાના થયા હતા. માતાજીના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ થતાં સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના, આરતી અને વંદન કરી યાત્રિકોને શુભ વિદાય આપી હતી. વડેલા ગામના માંધાતા સર્કલ ખાતે ફૂલહાર અર્પણ કરી શ્રીફળ વધેરી ધાર્મિક વિધિ સાથે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્લા શિવાજી સેના પ્રમુખ મુકેશભાઈ પટેલ, કોળી સમાજના યુવાન દિનેશભાઈ કોળી, કનુભાઈ પટેલ, ગામના વડીલ ધનાભાઈ પટેલ, માજી તાલુકા સભ્ય મનુભાઈ પટેલ, માજી સૈનિક બળવંતભાઈ સહિત ગામના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ યાત્રિકોને માતાજીનાં દર્શન સફળતાપૂર્વક થાય અને સમગ્ર પદયાત્રા સુખમય તથા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં 101 યુવાનો રથ સાથે પગપાળા પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શનાર્થે નીકળતાં વડેલા ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા સાથે નીકળેલી આ યાત્રા ગામની ધાર્મિક પરંપરા અને સામૂહિક એકતાનું સુંદર ઉદાહરણ બની રહી હતી.

આ સમગ્ર આયોજનમાં વિશેષ યોગદાન આપનાર ગ્રુપના આયોજકો મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ અને મહેશભાઈ પટેલે યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો