મોરબી જિલ્લાના માળિયા ખાખરેચી ગામના સર્વે નંબરમાં આવેલ લિમિટ પેપરમીલ ના લેબર ક્વાર્ટર માં ગળે ટૂંપો ખાય લેતા લેબર નું મોત નીપજ્યું હતું

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા ના ખાખરેચી ગામની હદમાં આવેલ લિમિટ પેપરમીલ કંપનીના લેબર ક્વાર્ટર રૂમ માં રૂમનો દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધી ને ગળેફાંસો ખાઈ લેતા યુવાન નું મોત નીપજ્યું હતું ત્યારે હેલ્પલાઇન નંબર 112 માં કોલ કરતા 112 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રૂમની અંદર પંખા સાથે લટકી રહેલા યુવાનની ડેડબોડી નીચે ઉતારી પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આત્મહત્યાનું કારણ વારંવાર બીમાર પાડવાને કારણે બીમારી થી કંટાળીને ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું ત્યારે માળીયા મીયાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી
રિપોર્ટ ઈશાક પલેજા














