MORBI:બેન્ક-ફાયનાન્સ કંપનીઓની મનમાની સામે ગ્રાહક અદાલતની લાલ આંખ: મોરબીના ગ્રાહકના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો

MORBI:બેન્ક-ફાયનાન્સ કંપનીઓની મનમાની સામે ગ્રાહક અદાલતની લાલ આંખ: મોરબીના ગ્રાહકના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો, ₹૧૧ લાખ ચૂકવવા આદેશ

મોરબી:લોન પૂર્ણ થઈ ગયા પછી પણ અયોગ્ય ચાર્જીસ વસૂલતી અને મોર્ગેજ દસ્તાવેજો રોકી રાખતી ફાયનાન્સ કંપનીઓ સામે ગ્રાહક અદાલતે કડક વલણ અપનાવ્યું છે. મોરબી ગ્રાહક અદાલતે મોરબીના જાગૃત નાગરિક સતીષભાઈ જાદવજીભાઈ ધોરીયાણીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપી આધાર ફાયનાન્સને ₹૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ કર્યો છે.

મોરબીના વતની સતીષભાઈ ધોરીયાણીએ બે પ્રોપર્ટી પર આધાર ફાયનાન્સમાંથી ₹૨૪,૫૮,૭૨૫ ની લોન લીધી હતી. નિયમિત હપ્તા ભરીને લોન પૂર્ણ કર્યા બાદ જ્યારે તેમણે “નો ડ્યૂ સર્ટિફિકેટ” (NDC) અને મૂળ દસ્તાવેજોની માંગણી કરી, ત્યારે આધાર ફાયનાન્સે લોન ક્લોઝર પેટે વધારાના ₹૮૩,૦૦૦ ની ગેરકાયદેસર માંગણી કરી હતી. કંપનીએ શરત મૂકી હતી કે આ રકમ ભર્યા બાદ જ દસ્તાવેજો અને એનડીસી મળશે.

અન્યાય સામે અવાજ ઉઠાવતા સતીષભાઈએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ૦૭-૦૫-૨૦૨૧ ના નોટિફિકેશન મુજબ ફાયનાન્સ કંપની આવો ક્લોઝર ચાર્જ વસૂલી શકે નહીં.સેવામાં ગંભીર ખામી: કોર્ટે ઠરાવ્યું કે ગ્રાહક પાસેથી આવી રકમ માંગવી તે અપ્રમાણિકતા અને સેવામાં ઊણપ છે.દસ્તાવેજો પરત કરવામાં વિલંબ: લોન ભરપાઈ થયાના નિયત સમયમાં ગ્રાહકને મોર્ગેજ દસ્તાવેજો પરત મળવા જોઈએ. આરબીઆઈના તા. ૧૩-૦૯-૨૦૨૩ ના નોટિફિકેશન અનુસાર દસ્તાવેજો પરત કરવામાં વિલંબ થાય તો પ્રતિ દિવસ ₹૫,૦૦૦ લેખે વળતર આપવાનો નિયમ છે.

ગ્રાહક અદાલતે આધાર ફાયનાન્સને નીચે મુજબ આદેશ કર્યો છે.ગ્રાહકને તમામ પ્રોપર્ટીના મૂળ દસ્તાવેજો તુરંત પરત કરવા.ગેરકાયદેસર માંગવામાં આવેલી ₹૮૩,૦૦૦ ની ક્લોઝર રકમ માફ કરવી.તા. ૧૭-૦૪-૨૦૨૬ થી પ્રતિ દિવસ ₹૫,૦૦૦ લેખે ૯% વાર્ષિક વ્યાજ સહિત અને ₹૫,૦૦૦ કેસ ખર્ચ મળીને કુલ ₹૧૧,૦૦,૦૦૦/- (અગિયાર લાખ રૂપિયા) ગ્રાહકને ચૂકવી આપવા.ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે અનેક ફાયનાન્સ કંપનીઓ નિયમ વિરુદ્ધ ઊંચા વ્યાજ કે પેનલ્ટી વસૂલી ગ્રાહકોને પરેશાન કરે છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોએ ચૂપ રહેવાને બદલે અવાજ ઉઠાવવો જોઈએ.અન્યાય સામે માર્ગદર્શન મેળવવા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક:લાલજીભાઈ મહેતા (પ્રમુખ): ૯૮૨૫૭ ૯૦૪૧૨ બળવંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખ): ૯૩૨૭૪ ૯૯૧૮૫ હિતેષભાઈ મહેતા (ઉપપ્રમુખ): ૯૩૨૭૪ ૯૯૧૮૫ રામ મહેતા (મંત્રી): ૯૯૦૪૭ ૯૮૦૪૮

50
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો