MORBI:મોરબી ફાયર વિભાગ સક્રિય: શાળા અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ અપાઈ, ક્ષતિ ધરાવતી ઇમારતોને નોટિસ

​

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આગ અને હોનારત જેવી દુર્ઘટનાઓ સામે સતર્કતા લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૦૭ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન ફાયર વિભાગ દ્વારા શહેરની એક શાળામાં ૪૭૯ જેટલા વિદ્યાર્થીઓ તેમજ એક હોસ્પિટલમાં ૩૫ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને ઇમરજન્સી હેન્ડલિંગ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

​તાલીમ દરમિયાન અગ્નિશમન સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને કટોકટીના સમયે કેવા પ્રકારના પગલાં લેવા તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવી સંભવિત જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.

​તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન તથા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું સ્થળ પર ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન અને ક્ષતિ ધરાવતી ઇમારતોને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવી નિયમ મુજબ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કડક સૂચના આપવામાં આવી છે.

​ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન મોરબી ફાયર વિભાગને ૪ ફાયર કોલ અને ૨ રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં જવાનોએ સમયસૂચકતા વાપરી ત્વરિત કામગીરી કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

​ઇમરજન્સી સમયે સંપર્ક કરો:કોઈપણ પ્રકારની આગ અથવા હોનારત જેવી આપત્તિ વખતે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ટેલિફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, હેલ્પલાઇન નંબર ૧૦૧ અથવા ૧૧૨ પર તુરંત સંપર્ક કરી શકે છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો