ચંદ્રવદન બી મકવાણા

કિલ્લા પારડી ખાતે આવેલી આર જે દમણવાલા સ્વનિર્ભર ગુજરાતી માધ્યમ શાળામાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળા પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો.શાળાના આચાર્ય અને શિક્ષકોએ. વિદ્યાર્થીઓનેપ્રોત્સાહિત કર્યા હતા અને આ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રકારના આયોજનો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.










