TANKARA:ટંકારા અમરાપર પ્રાથમિક શાળાની વિજ્ઞાન કૃતિ ‘ફિયરલેસ ફાયર ક્રેકર મશીન’ તાલુકા કક્ષા માટે પસંદગી પામી

TANKARA:ટંકારા અમરાપર પ્રાથમિક શાળાની વિજ્ઞાન કૃતિ ‘ફિયરલેસ ફાયર ક્રેકર મશીન’ તાલુકા કક્ષા માટે પસંદગી પામી

​

ટંકારા કુમાર તાલુકા શાળા સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં પાંચ અલગ-અલગ વિભાગો હેઠળ વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની નવીનતમ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

​જે પૈકી વિભાગ-5 ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’માં વિવિધ શાળાઓ તરફથી કુલ ચાર મોડેલ રજૂ થયા હતા. જેમાં અમરાપર પ્રાથમિક શાળાના ધોરણ-8 ના વિદ્યાર્થીઓ બાદી અહેમદ નિજામુદિનભાઈ તથા શેરશિયા અયાન ઇરફાનભાઈ દ્વારા તૈયાર કરાયેલ ‘ફિયરલેસ ફાયર ક્રેકર મશીન’ કૃતિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષા માટે સ્થાન મેળવ્યું છે.

​વિદ્યાર્થીઓને આ નવીન પ્રોજેક્ટ તૈયાર કરવામાં શાળાના શિક્ષક ફાલ્ગુન આઈ. કાલરીયાએ મહત્વપૂર્ણ અને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળ વૈજ્ઞાનિકોની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવા તેમજ સમગ્ર શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી આગામી તાલુકા કક્ષાની સ્પર્ધા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો