WAKANER વાંકાનેર ફૂલહાર પસંદ ન આવતા ગ્રાહકે સાથીઓ સાથે મળી વેપારી પર કર્યો હુમલો, ૪ સામે ગુનો દાખલ

WAKANER વાંકાનેર ફૂલહાર પસંદ ન આવતા ગ્રાહકે સાથીઓ સાથે મળી વેપારી પર કર્યો હુમલો, ૪ સામે ગુનો દાખલ

વાંકાનેર:શહેરના પુલદરવાજા માર્કેટ ચોક ખાતે ફૂલહારનો વેપાર કરતા એક યુવક પર નજીવી બાબતે ચાર શખ્સોએ હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, વાંકાનેરમાં રહેતા અને ફૂલહારનો વ્યવસાય કરતા ૨૭ વર્ષીય વિવેકભાઈ વિનોદભાઈ કુણપરાએ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, આરોપી મુન્નાભાઈ કારીયાએ અગાઉ ફૂલનો હાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ જ્યારે તેઓ હાર લેવા આવ્યા ત્યારે “ઓર્ડર મુજબનો હાર બનાવ્યો નથી” તેમ કહી હાર ખરીદવાનો ઇનકાર કર્યો હતો.

વેપારીએ સફેદ ફૂલનો હાર હાલ ઉપલબ્ધ ન હોવાનું જણાવતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વેપારીને ₹૧૦૦નું આર્થિક નુકસાન પહોંચાડી ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન મુન્નાભાઈ કારીયા, તેમનો પુત્ર દેવભાઈ તેમજ શનીભાઈ દિલીપભાઈ અને ધનાભાઈ કારીયા નામના શખ્સોએ એકસંપ થઈ વેપારીને જાહેરમાં ઢીકાપાટુનો માર મારી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે વિવેકભાઈ કુણપરાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો