કાલોલમાં નવી ટાઉન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત: સાંસદ અને ધારાસભ્ય-જિલ્લા પોલીસ વડા હસ્તે શિલાન્યાસ.

તારીખ ૧૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરના મધ્યમાં શાકમાર્કેટ ખાતે અર્બન બેંક સામે આવેલી ટાઉન પોલીસ ચોકી ખૂબ જ જર્જરિત હાલતમાં હોય તેને જમીનદોસ્ત કરી નવનિર્માણ કાર્ય માટે આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીર, કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. યોગેશભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ સહિત નગરપાલિકાના સભ્યો બોહળીસંખ્યામાં મહીલાઓ અને ગામના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જર્જરિત ચોકીના સ્થાને આધુનિક સુવિધાઓ સાથે નવી ટાઉન પોલીસ ચોકી નું નવનિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા કાલોલ શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને પોલીસ કર્મીઓને પણ કામગીરીમાં સરળતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો