દાહોદમાં પ્રથમવાર વોટરપ્રૂફ ડોમમાં ગરબા: આદ્યશક્તિ ગ્રુપના આયોજનમાં ત્રીજા નોરતે જામી ખેલૈયાઓની રમઝટ

તા.૧૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahodદાહોદમાં પ્રથમવાર વોટરપ્રૂફ ડોમમાં ગરબા: આદ્યશક્તિ ગ્રુપના આયોજનમાં :ત્રીજા નોરતે જામી ખેલૈયાઓની રમઝટ

ગરબાના રંગ અને નવરાત્રીના પર્વની ખરી મજા માણવા માટે દાહોદના આયોજકો દ્વારા આ વર્ષે એક નવો જ ઇતિહાસ રચવામાં આવ્યો છે. દાહોદ શહેરમાં ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ગરબા આયોજનમાં વોટરપ્રૂફ ડોમની આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે. નવરાત્રીના ત્રીજા નોરતે ‘આદ્યશક્તિ ગ્રુપ’ દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય આયોજનમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી અને ગરબાની અદભુત રમઝટ જામી હતી.​ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની અનિશ્ચિતતા અને વિઘ્ન નડે નહીં, તે માટે આદ્યશક્તિ ગ્રુપના સંચાલકોએ અગાઉથી જ વિશેષ આયોજન કરી વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાવ્યો હતો. ત્રીજા નોરતે સાંજે વાતાવરણમાં પલટો આવ્યા છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જરાય ફીક્કો પડ્યો નહોતો. વોટરપ્રૂફ ડોમની સુરક્ષા હેઠળ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને ખેલરસિયાઓ અડાખેડે ઝૂમીને ગરબે ઘૂમ્યા હતા.​પરંપરાગત અને આધુનિક ગરબાના તાલ પર દાહોદવાસીઓએ મનમૂકીને રાસ લીધા હતા. ડીજેના તાલે અને સુરીલા અવાજો વચ્ચે યુવા વર્ગ મધરાત સુધી ગરબાની રમઝટમાં લીન રહ્યો હતો. આ વિશેષ ડોમમાં લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ખેલૈયાઓનો ગરબા રમવાનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.​આદ્યશક્તિ ગ્રુપના આ અનોખા અને સફળ આયોજનને લઈને દાહોદના નાગરિકો અને ખેલૈયાઓ તરફથી ભારે પ્રશંસા થઈ રહી છે. વરસાદી માહોલની ચિંતા વગર નિર્ભય થઈને ગરબા રમવા મળતા ખેલૈયાઓના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો